મોરબી તાલુકા સેવા સદનમાં ગંદકીનું સામ્રાજ્ય

- text


સેવા સદનની વચો-વચ્ચ ઉભરાતી ગંદકીથી અરજદારો ત્રાહિમામ

મોરબી : કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા મુદ્દે લખ લૂંટ ખર્ચ કરે છે ત્યારે મોરબી શહેરને ઉલટી ગંગા રૂપે સૌથી ગંદા શહેરનો ખિતાબ આપવાનું નક્કી થયું હોય તેમ જાહેર માર્ગો- બજારો બાદ હવે સરકારી કચેરીઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. મોરબીના પ્રાંત અધિકારી અને મામલતદાર જ્યાં બેસે છે તેવા તાલુકા સેવા સદનમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાતી હોય અહીં આવતા અરજદારોને મુશ્કેલી પડી રહી છે ( સાહેબો ટેવાઈ ગયા )

- text

મોરબીની મુખ્ય બજાર હોય કે કોઈ નાની ગલી હોય કે પછી શાક માર્કેટ હોય કે પછી મોરબીના ગૌરવ સમો નહેરુ ગેટ હોય સાતધીશોને પાપે એક પણ જગ્યાએ ગટરો ઉભરાતી ન હોય તો મોરબીવાસીઓને નવાઈ લાગે છે એ સંજોગોમાં હવે આ જાહેર ચેપ છે કે તાલુકા સેવા સદન સુધી પહોંચી ગયો છે, જ્યાં મોરબીના પ્રાંત અધિકારી અને મામલતદાર તેમજ ન્યાયતંત્ર બેસે છે તે તાલુકા સેવા સદનમાં ગંદકીએ ડેરા તંબુ નાખ્યા હોય તેમ છેલ્લા ઘણા સમયથી કચેરીની વચો વચ્ચ ગટર ઉભરાઈ રહી છે.

આ ઉભરાતી ગટરમાંથી એટલી હદે તીવ્ર વાસ આવે છે કે અહીંથી પસાર થવું મુશ્કેલ છે ત્યારે અહીં આવતા રજદારોની હાલત અત્યંત ખરાબ થઈ જાય છે.

જો કે ઉચ્ચ અધિકારીઓ આ બદબૂથી ટેવાઈ ગયા હોય તેમ કોઈ પણ જાતના પગલાં ભરવાનું વિચારતા ન હોવાથી અહીં કામ કરતા કર્મચારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

- text