મોરબી : યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : મોરબી યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત શાળા અને કોલેજોના છાત્રો તેમજ ઓપન કેટગરીમાટે જુદી-જુદી વય જૂથની કેટેગરીમાં વક્તૃત સ્પર્ધા યોજાઈ હતી જેમાં સ્કૂલ કોલેજ કક્ષાએ નંબર મેળવનાર ૪૩ થી વધુ સ્પર્ધકોએ ભાગ લઈ છટાદાર વક્તવ્ય આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ આયોજિત યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધામાં ૧૫ વર્ષથી નીચેની કેટેગરીમાં માતૃપ્રેમ પૃથ્વી પરનું અમૃત, ગાંધીજી આજે ભારતમાં આવેતો, ટેકનોલોજી સાધક કે બાધક અને વિભક્ત કુટુંબ એક સામાજિક દુષણ વિષય રાખવામાં આવ્યા હતા. જ્યારે ૧૫ વર્ષથી વધુ વય જૂથમાં આધુનિક ભારતના ઘડતરમાં યુવા પેઢીની ભૂમિકા,જો મીડિયા ન હોત તો,માટી મોરબીની વિશ્વ ફલક પર અને બાબા બાવા તોબા તોબા વિષય રાખવામાં આવ્યા હતા.

- text

એ જ રીતે ઓપન કેટેગરીમાં પણ ૧૮ થી ૩૫ વર્ષના તમામ લોકો માટે વર્તમાન સમયને વણીને વિષયો રાખવામાં આવ્યા હતા.જેમાં સંવાદ કે સર્જીકલ સ્ટ્રાઇક , જ્ઞાતિ વાદ કે લોકશાહી, ભારત એક ખોજ..આર્યવ્રતથી ઇન્ડિયા સુધી, જ્ઞાન પ્રાપ્તિનું શ્રેષ્ઠ પરબ ક્યુ ? પુસ્તક કે કોમ્પ્યુટર.જેવા વિષયો રાખવામાં આવ્યા હતા જેમાં આજે તમામ વ્યજુથમાં ૪૩ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાં ૧૫ વર્ષથી નીચેમાં પરેચા કિંજલ ચેતનભાઈ નવયુગ વિદ્યાલય પ્રથમ નંબર,ત્રિવેદી વિસ્મય રાવીન્દ્રભાઈ નોબેલ કિડ્સ સ્કૂલ બીજો નંબર,બરાસરા પૂજા સંજયભાઈ લખધીરનગર પ્રા.શાળા ત્રીજો નંબર,

જ્યારે ૧૫ વર્ષથી ઉપરના સ્પર્ધકોમાં પૂજા ભેંસદડીયા નવયુગ મહિલા સાંયન્સ કોલેજ પ્રથમ નંબર,બંસી જશવંતભાઈ મીરાંણી ન્યુ એરા પબ્લિક સ્કૂલ,બીજો નંબર,ધરોડીયા શ્રેયા કાંતિલાલ ઓરપેટ કન્યા વિદ્યાલય ત્રીજો નંબર,અને ઓપન સ્પર્ધામાં જેઠલોજા વંદનાબેન પરષોત્તમભાઈ,મેઘાબેન બી.ઘુમલિયા.બરાસરા રવિ રૂપચંદભાઈનો અનુક્રમે પ્રથમ,બીજો અને ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ હતો.

આ બધા વક્તાઓને યુવા જ્ઞાનોત્સવના દિવસે મોમેન્ટથી સન્માનીત કરવામાં આવશે.આજે ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા.

- text