૧૮ ફેબ્રુઆરીએ ગંગાસ્વરૂપ સહાય સમિતિ મોરબી દ્વારા દ્વિતીય સમૂહલગ્ન

- text


સમૂહલગ્નમાં ભાગ લેવા ઇચ્છતા વર-કન્યાને ૨૦ જાન્યુઆરી સુધીમાં નોંધણી કરાવવી ફરજિયાત

મોરબી : ગંગાસ્વરૂપ સહાય સમિતિ મોરબી અને લાયન્સ કલબ મોરબી તથા અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિધવા તથા વિધુરબને વંચિત સમાજના સંતાનો માટે આગામી તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ દ્વિતીય સમુહલગ્નોત્સવ યોજવામાં આવનાર છે જેમાં ભાગ લેવા ઇચ્છતા વર-કન્યા માટે ૨૦ જાન્યુઆરી પહેલા નોંધણી કરવી ફરજિયાત છે.

લાયન્સ કલબ મોરબી, ગંગાસ્વરૂપ સહાય સમિતિ મોરબી, સાઈ મંદિર – હનુમાનજી મંદિર રણછોડ નગર અને પી જી પટેલ કોલેજ મોરબી દ્વારા આગામી તારીખ ૧૮ ફ્રેબ્રુઆરીના રોજ દ્વિતીય સમૂહલગ્ન સમારોહ યોજવામાં આવનાર છે, આ સમૂહલગ્નમાં વિધવા, વિધુર તથા વંચિત સમાજના સંતાનો ભાગ લઈ શકશે.

- text

સમુહલગ્નોત્સમાં જોડાવા ઇચ્છુક વર-કન્યા માટે નામ સરનામાં, જન્મ તારીખનો દાખલો, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, સહિતના પુરાવા સાથે મહંત બાબુભાઇ ૯૯૦૯૨ ૧૫૭૫૫, બાબુભાઇ કૈલા મો.૯૮૭૯૨ ૫૩૪૫૩, ઘનશ્યામભાઈ ડાંગર મો. ૯૩૭૪૮ ૦૪૯૯૧ અથવા શારદાબેન દેવકરણભાઈ આદ્રોજા મો.૯૯૭૯૩ ૮૮૧૯૯ પાસે નોંધણી કરાવવા જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦૦૦ વિધવા બહેનોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પુરી પાડવામાં આવે છે અને અત્યાર સુધીમાં દોઢ કરોડથી વધુની સહાય કરવામાં આવી છે, આ સમૂહલગ્નમાં ભાગ લેનાર બને પક્ષને ૨૫-૨૫ પાસ આપવામાં આવહે ઉપરાંત સરકારની કુંવરબાઈનું મામેરું સહિતની યોજનાના લાભ આપવા પ્રયત્ન કરાશે.

- text