મોરબી જિલ્લામાં છેલ્લા પાંચ ટર્મથી સતત મતદાનની ટકાવારી વધી રહી છે

- text


મોરબી જિલ્લામાં સરેરાશ ૭૨ થી ૭૫ ટકા મતદાન નોંધાયું

મોરબી : આજે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોમાં મતદારોએ ભારે ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું અને સવારથી સાંજ સુધીમાં મોરબી જિલ્લામાં સરેરાશ ૭૨ થી ૭૫ ટકા મતદાન નોંધાયું છે જો કે છેલ્લા પાંચ ટર્મથી મોરબીની તમામ બેઠકોમાં મતદાનની ટકાવારી સતત ઉપર જઇ રહી છે જે તંદુરસ્ત લોકશાહીની ગવાહી આપે છે.

આજે સવારથી મોરબી જિલ્લામાં મતદારોએ જુસ્સા પૂર્વક મતદાન કર્યું હતું અને સાંજે પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાનની ટકાવારી ૭૩.૧૩ ટકા રહી હતી જેમાં મોરબી-માળીયા બેઠકમાં ૭૧.૨૩ ટકા, પડધરી-ટંકારા બેઠકમાં ૭૪.૦૪ ટકા અને વાંકાનેર બેઠકમાં સૌથી વધુ ૭૪.૨૭ ટકા મતદાન નોંધાયું હતું.

છેલ્લા પાંચ વર્ષના મોરબી જિલ્લાના મતદાનના આંકડા જોઈએ તો વર્ષ ૧૯૯૫ માં મોરબી બેઠકમાં ૬૫.૧૧ ટકા, વાંકાનેર બેઠકમાં ૬૬.૯૬ અને ટંકારા બેઠકમાં ૭૧.૪૯ ટકા મતદાન થયું હતું.

- text

જ્યારે વર્ષ ૧૯૯૮ માં મોરબી બેઠકમાં ૬૦.૫૪ ટકા, વાંકાનેર બેઠકમાં ૬૮.૬૪ અને ટંકારા બેઠકમાં ૬૬.૦૧ ટકા મતદાન થયું હતું.

વર્ષ ૨૦૦૨ માં મોરબી બેઠકમાં ૬૨.૪૪ ટકા, વાંકાનેર બેઠકમાં ૭૩.૧૬ અને ટંકારા બેઠકમાં ૬૭.૯૧ ટકા મતદાન થયું હતું.

વર્ષ ૨૦૦૭ માં જોઈએ તો મોરબી બેઠકમાં ૬૮.૬૦ ટકા, વાંકાનેર બેઠકમાં ૬૩.૬૫ અને ટંકારા બેઠકમાં ૬૪.૭૧ ટકા મતદાન થયું હતું.

ઉપરાંત વર્ષ ૨૦૧૨ માં મોરબી બેઠકમાં ૭૩.૪૪ ટકા, વાંકાનેર બેઠકમાં ૭૪.૪૮ અને ટંકારા બેઠકમાં ૭૬.૪૮ ટકા મતદાન થયું હતું.

આમ, સરેરાશ પાંચ ટર્મમાં મોરબી જિલ્લાના મતદારોમાં જાગૃતિ જોવા મળી છે જે તંદુરસ્ત લોકશાહી હોવાનો પુરાવો આપે છે. આજે પ્રથમ તબક્કામાં મોરબી જિલ્લામાં થયેલ મતદાનનો આખરી આંકડો રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં આવશે.

- text