મોરબી જીલ્લાના પોલીસ કર્મચારીઓ એ બેલેટ પેપરથી મતદાન કર્યું

- text


 

મોરબી : મોરબી જિલ્લામાં ચૂંટણી બંદોબસ્તમાં જોડાયેલા પોલીસ કર્મચારીઓ માટે વિધાનસભાની ચૂંટલીનું મતદાન યોજાયું હતું. જેમાં સેંકડો પોલીસ કર્મચારીઓ એ બેલેટ પેપરથી મતદાન કર્યું હતું

- text

મોરબી જીલ્લાની ત્રણેય બેઠકો માટે ચૂંટણી બંદોબસ્તમાં જોડાયેલા પોલીસ કર્મીઓ માટે આજે વિધાનસભાની ચૂંટણી સંદર્ભે મતદાન પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. મોરબી જીલ્લાના કુલ 715 પોલીસ કર્મચારીઓ છે. જેમાં 300 પોલીસ કર્મચારીઓનું મોરબી જીલ્લા બહાર મતદાન સ્થળ આવેલું છે. જયારે 415 જેટલા પોલીસ કર્મીઓનું મોરબી જિલ્લામાં મતદાન સ્થળ આવેલું છે આ પોલીસ કર્મચારીઓ માટે આજે મોરબી ના જેલ રોડ ઉપર આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મતદાન ની કાર્યવાહી હાથ ધરાઈ હતી અને સવાર થી મતદાન શરુ થતા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ મતદાન કરવા જોડાયા હતા જો કે આજે વાતાવરણ પલટાતા વરસાદ શરુ થવાથી મતદાન સ્થળે નાખેલા માંડવામાં વિક્ષેપ થવા થી મતદાન કુટિર અંદર રૂમ માં લઇ જવાઈ હતી અને ત્યાં મતદાન કરવામાં આવ્યું હતું.

 

- text