મોરબીમાં એઇડ્સના દર્દીઓમાં ચિંતાજનક ઉછાળો

- text


ચોંકાવનારા સરકારી આંકડા : પરપ્રાંતિયોમાં રોગનું પ્રમાણ વધુ મોરબીમાં : આજે વિશ્વ એઇડ્સ દિવસે જનજાગૃતિ માટે રેલી સહિતના કાર્યક્રમો

મોરબી: ઔદ્યોગિક નગરી મોરબીમાં એઇડ્સના દર્દીઓની સંખ્યામાં ચોકવનારો વધારો થયો હોવાની વિગતો સરકારના સતાવાર આકડામાંથી બહાર આવી રહી છે,છેલ્લા બે વર્ષમાં મોરબીમાં એકલવાયું જીવન જીવતા પુરુષો અને ડ્રાઇવરોમાં આ જીવલેણ રોગનું પ્રમાણ વધ્યું છે. જો કે આ જીવલેણ બીમારી અંગે જનજાગૃતિ લાવવા આજે વિશ્વ એઇડ્સ દિવસે મોરબીમાં રેલી સહિતના કાર્યક્રમો યોજાયા છે.

ઔધોગિક હબ ગણાતા મોરબીમાં બહારથી આવતા શ્રમિકોની વ્યાપક અવર જવરને કારણે જીવલેણ ગણાતા એઇડ્સની બીમારી બહુ ઝડપથી ફેલાઈ રહી છે.ખાસ કરીને એકલા રહેતા પુરુષો અને ડ્રાંઇવરોમાં આ બીમારી વધુ જોવા મળી રહી જોવા મળી રહી છે.

મોરબી સિવિલ હોસ્પિટલ તંત્રના જણાવ્યા મુજબ ૨૦૧૬ માં ૨૬૭૦ કેસમાંથી ૬૫ કેસ પોઝિટિવ નોંધાયા હતા જ્યારે ચાલુ વર્ષે જાન્યુઆરી થી નવેમ્બર માસ સુધીમાં ૪૭૫૯ કેસોમાંથી ૭૩ કેસ પોઝિટિવ નોંધાયા છે જેના પરથી સ્પષ્ટ થાય છે કે મોરબી જિલ્લામાં જીવલેણ એઇડ્સનો વિકરાળ પંજો દિનબદીન વધુ ફેલાઈ રહ્યો છે.

- text

ઉલ્લેખનીય છે કે અગાઉ મોરબી જિલ્લામાં એઇડ્સની રોકથામ માટે કોઈ સારવાર કેન્દ્ર જે તપાસની કેન્દ્ર ન હતું પરંતુ વર્ષ ૨૦૧૪ થી મોરબી સિવિલ હોસ્પિટલમાં એ.આર.ટી. સેન્ટર શરૂ થયું છે પરિણામે દર્દીઓને રાજકોટ, અમદાવાદ જેવા શહેરોના ધક્કા બચ્યા છે, આજે મોરબીના એ.આર.ટી.સેન્ટરમાં ગરીબ, માધ્યમ અને શ્રીમંત ઘરના લોકો નિઃસંકોચ પણે સારવાર લેવા આવી રહ્યા છે.

મોરબી જિલ્લામાં સગર્ભા મહિલાઓમાં પણ એઇડ્સની મહામારી ચિંતાજનક પ્રમાણમાં જોવા મળી રહી છે,સગર્ભઓમાં ગતવર્ષે ૨૨૩૪ પૈકી ૩ કેસ પોઝિટિવ હતા જે ચાલુ વર્ષમાં ૧૯૨૨ માંથી ૫ સગર્ભા મહિલાઓમાં જોવા મળતાં નિષ્ણાત તબીબો આ બાબતને ગંભીર ગણાવી રહ્યા છે.

મોરબી જિલ્લામાં એઇડ્સનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે લોકોમાં આ ગંભીર પરંતુ સાવધાની પૂર્વક ટાળી શકાતી જીવલેણ બીમારી પ્રત્યે જાગૃતતા કેળવાઈ તે હેતુથી આજે વિશ્વ એઇડ્સ દિવસે સિવિલ હોસ્પિટલ ખાતેથી રેલીનું આયોજન કરી જનજાગૃતિ માટેના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે.

- text