મીડિયાને ગાળો ભાંડનાર નિલેશ એરવાડિયાની આગોતરા જામીન અરજી ફગાવતી અદાલત

- text


મોરબી: મોરબીના પાસ આગેવાન નિલેશ એરવાડિયા દ્વારા ટીવી ચેનલોને ભાંડવા પ્રકરણ મોરબીમાં ફોજદારી ફરિયાદ દાખલ થયા બાદ અદાલત સમક્ષ આગોતરા જામીન અરજી કરનાર નિલેશ એરવાડિયાની આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે.

ટીવી ચેનલોને ગાળો ભાંડતા કહેવાતા પાસ આગેવાન નિલેશ એરવાડિયા વિરુદ્ધ મોરબી સીટી બી-ડીવીઝન પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાઇ હતી.

- text

વધુમાં આ મામલે ધરપકડની દહેશતે નિલેશ એરવાડિયાએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી પરંતુ અદાલતે આગોતરા જામીન અરજી નામંજુર કરી હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં નિલેશ એરવાડિયા વિરુદ્ધ આઈટી એક્ટ સહિતની ભારે કલમો મુજબ ગુન્હો નોંધાયો છે અને આ આ મામલે એરવાડિયાની અગાઉ મળેલા જામીન પણ રદ થાય તેવી શકયતા છે.

- text