બગથળાના ૧૦૭ વર્ષના મતદાર શાંતાબેન રામાનુજ મતદાન કરવા ઉત્સુક

- text


યુવા મતદારો માટે પ્રેરણાદાયી શાંતાબેન
જાગૃત મતદાર તેમજ યુવા મતદાર તો જયારે ચૂંટણી આવે એટલે મતદાન કરવા થનગનાટ અનુભવનો હોય છે. પછી એ ચૂંટણી લોકસભા,વિધાનસભા કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી હોય આ દિવસને તે ચૂંટણી મહાપર્વ તરીકે ઉજવણી કરી કામ વચ્ચે પણ ચોકકસપણે મતદાન કરવાનો સમય કાઢી લે છે.
પરંતુ સો વર્ષની ઉંમર વટાવી ચૂકેલા જયારે આ પર્વને મતદાન કરી ઉજવવાની શીખ આપે ત્યારે ખરેખર લોકશાહીના સુશાસનને મતદાન થકી જીવંત રાખવાની તેમની પ્રેરણા યુવાનો માટે ખુબ જ અગત્યની બની જાય છે.
મોરબી જિલ્લાના બગથળા ગામના અતિ વયોવૃધ્ધ એવા ૧૦૭ વર્ષના શાંતાબેન દલુરામ રામનુજે માહિતી ખાતાની ટીમને આપેલ ઇન્ટવ્યુમાં સ્ફૃર્તિ સાથે જણાવ્યુ કે હું વિધાનસભાની ચૂંટણીમાં તા.૦૯-૧૨-૨૦૧૭ના મારા ગામના બુથ ઉપર જઇ ચોકકસ પણે મતદાન કરીશ આજ સુધીમાં કોઇ ચૂંટણીમાં મતદાન કરવાનું ચૂકાય ગયુ હોય તેવુ બન્યુ નથી મતદાન આપણી લોકશાહીના જતન માટે જરૂરી છે. તેમ તેમણે જણાવી દરેક મતદારે મત આપવો જ જોઇએ તેમ તેમને યુવાનોને શીખ આપતા જણાવ્યું હતું
અત્રે એ ઉલ્લેખનિય છે કે શાંતાબેનને ૨૦૧૫માં તત્કાલિન મુખ્યમંત્રીશ્રી આનંદીબેન પટેલના હસ્તે સતાયુ નાગરીક તરીકેનું સન્માન પત્ર અર્પણ કરી વિશિષ્ટ સન્માન કરાયુ છે. તેઓ મોરબી તાલુકા પંચાયતમાં ૫ વર્ષ સદસ્ય પણ રહી ચુકયા છે. તેઓ આજે પણ ચશ્મા વગર વાંચન કરે છે. સાથે પોતાના પુરતી ખીચડી પણ જાતે બનાવી લે છે. તેઓ આજે પણ સારી સ્ફુર્તિ ધરાવે છે.

- text