- text
સરદાર બાગમાં ખુલ્લા આકાશ નીચે જ્ઞાન તરસ છીપાવતા સેંકડો વાચકો
મોરબી:મોરબીમાં સાહિત્ય સ્પંદન સંસ્થા દ્વારા અનોખા કોન્સેપ્ટ સાથે શરૂ થયેલ પુસ્તક પરબ જ્ઞાનપીપાશુઓ માટે જ્ઞાન મંદિર બન્યું છે.
- text
મોરબીમાં આઠ માસ પૂર્વે સાહિત્ય સ્પંદન સંસ્થા દ્વારા સરદાર બાગમાં પુસ્તક પરબ શરૂ કરવામાં આવ્યું હતું,મોરબી માટે નવો ચીલો ચાતરી સંસ્થા દ્વારા શરૂ કરાયેલ લાયબ્રેરીમાં શરૂઆતમાં ગણ્યા ગાંઠ્યા પુસ્તકો અને ગણ્યા ગાંઠ્યા લોકો જ જોડાયા હતા,પરંતુ સમય જતાં જેમ-જેમ લોકોને પુસ્તક પરબનો ખ્યાલ આવુઓ તેમ-તેમ પુસ્તક પ્રેમીઓ ખુલ્લા આકાશ નીચે ચાલતી જ્ઞાનસેવામાં જોડાતા ગયા.
આઠ માસના ટુક ગાળામાં લોકોના સહયોગથી આજે પુસ્તકબપરબ.આ ૧૦૦૦ થઈ વધુ અલગ અલગ વિષય ના પુસ્તકો અને ૧૪૦ નિયમિત વાચકો અહીં પુસ્તક વાંચવાની સાથે પોતાના ઘેર પુસ્તકો લઇ જઇ પોતાની જ્ઞાનપિપાશા સંતોષી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે અનેક લોકો પુસ્તકો ભેટ આપી રહ્યા છે અને રોકડ રકમ પણ ભેટ આપી રહ્યા છે પરિણામે અત્યાર સુધીમાં ૨૫ હજાર જેવી રકમ એકત્રિત થઈ છે જેમાંથી નવા પુસ્તકો ખરીદી લોકો એ વધુ નવા પુસ્તકો વાંચવાનો લાભ અપાશે.
- text