લોકોને નિવસ્ત્ર નિહાળવા ચમત્કારી ચશ્માં ખરીદીમાં છેતરાયા અને જાલીનોટ કાંડમાં ફસાયા

- text


મોરબી પોલીસે ઝડપી લીધેલા જાલીનોટના આરોપીઓની ચોંકાવનારી કબૂલાત

મોરબી:મોરબી પોલીસે ગઈકાલે રૂપિયા ૨૦૦૦,૫૦૦ અને ૧૦૦ ના દરની ૫.૨૫ લાખની જાલીનોટ ઝડપી લેવા પ્રકરણમાં ઝડપાયેલા ચારેય આરોપીઓના મોરબી કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત આપી લોકોને નિવસ્ત્ર નિહાળવા દેવું કરી ખરીદેલ ચશ્માં માં છેતરાયનો અહેસાસ થતા દેવુ ઉતારવા જાલીનોટનો જાકુબીનો ધંધો ચાલુ કર્યાની કાબુલાત આપી હતી.

- text

મોરબી એલસીબી પોલિસે ગઈકાલે રૂપિયા ૫.૨૫ લાખની ડુપ્લીકેટ ચલણી નોટો સાથે કચ્છના ગોવિંદ હરજી મહેશ્વરી, મોરબીના હર્ષદ રજનીકાંત દિવાણી, મયુર હરિપ્રસાદ નિમાવત અને હળવદના ઇમરાન કરીમ સંઘવાણીને ઝડપી લીધા હતા. આ કેસની તપાસ એસઓજીને સોંપાયા બસ પોલીસની આકરી પૂછપરછમાં પોપટ બની ગયેલા ભેજાબાજોએ જણાવ્યું હતું કે ચારેય એક મેકના મિત્રો છે. આ ચારેય શખ્સોને અમદાવાદ ગાંધીનગરના કોઈ ભેજાબાજે રૂપિયા પાંચ લાખમાં એવા ચશ્મા આપવાનું કહ્યું હતું કે જે પહેરવાથી લોકો નિવસ્ત્ર દેખાય, આ ચમત્કારી ચશ્માંની લાલચમાં ચારેય લોકોએ દેવું કરી પાંચ લાખના ખર્ચે ચશ્માં ખરીદ કર્યા હતા પરંતુ એ ચશ્મા સાદા નીકળતા છેતરાયનો અહેસાસ થયો હતો.
બાદમાં દેણામાંથી બહાર નીકળવા નકલી નોટ છાપવાનો ગોરખધંધો કરવાનો વિચાર આવતા કચ્છમાં સ્ટુડિયો ધરાવતા ગોવિંદ મહેશ્વરીના સ્ટુડિઓમાં કલર પ્રિન્ટરમાં નોટો છાપી પોતાના સાગરીતોને નોટો બજારમાં ફરતી કરવા આપી દેતો હતો. પોલીસે આજે આ ચારેય આરોપીઓને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે ચારેય શખ્સોના જાલીનોટના નેટવર્ક અંગે સઘન તપાસ શરુ કરી છે અને એસઓજીની એક ટિમ આરોપીને સાથે લઇ કચ્છ તાપસ માટે રવાના થઇ છે.

 

 

- text