મોરબીના શિવનગર ગામમાં યુવાનો દ્વારા પ્રેરણાદાઇ સ્નેહમિલન યોજાયું

- text


મોરબી : મોરબીના શિવનગર ગામના યુવાનો દ્વારા આજ રોજ તારીખ – 20 ઓક્ટોબરને શુક્રવારે નવા વર્ષના રામ રામ કરવા તથા ગામનું ઐક્ય જળવાઈ રહે તથા ગામના તમામ વ્યક્તિઓ એકબીજાની નજીક આવે તે હેતુથી મોરબી નજીક આવેલા શિવનગર ગામે પ્રેરણાદાયી સ્નેહમિલનનું આયોજન ગામના નવયુવાનો (મારુતિ મિત્રમંડળ) દ્વારા કરવામા આવ્યુ હતું. જેમાં આગળના દિવસે જ તુરંત આયોજનના ભાગ રૂપે પેંડા, ચવાણું અને ચા- પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સ્નેહમિલનનું આયોજન સવારે 9 થી 10 વાગ્યા સુધીનુ હતું. આ પ્રકારનું આયોજન દરેક ગામમાં કરવામાં આવે તો આપણી સંસ્કૃતિની અખંડિતતા ટકી રહી તથા ગામડાની ભેગા મળીને રહેવાની સંસ્કૃતિ જાળવવા માટેની શિવનગરના યુવાનોએ પહેલી કરી છે. આ સ્નેહમિલનમાં ગામના 1500 થી પણ વધુ વ્યક્તિઓ જોડાયા હતા. જેમાં બાળકો, યુવાનો, બહેનો, વૃદ્ધો આ તમામને એક જગ્યાએ એકઠા કરવા આ બહુ જ વંદનીય વાત છે.

- text

આ અંગે ગામના યુવાન અશ્વિનભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે દરેક ગામ અને ગલી ગલી સુધી અમારા યુવાનોના આ કાર્યની વાત પહોંચશે અને ત્યાં પણ આ જ પ્રકારના સ્નેહમિલન યોજાશે ત્યારે અમારું આ સ્નેહમિલન સાર્થક થશે.

- text