મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો:કાલિકા પ્લોટમાંથી દારૂ ઝડપ્યો

- text


એ ડિવિઝન પોલિસે ખોડિયાર નગર નજીકથી દારૂ-બુટલેગર ઝડપ્યા

મોરબી:મોરબીમાં ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલે કાલિકા પ્લોટમાં દરોડો પાડી વિદેશી દારૂનું વેચાણ પકડ્યું હતું તો એ ડિવિઝન પોલીસે ખોડીયારનગર વિસ્તારમાંથી દારૂ ઝડપી બૂટલેગરને પકડ્યો હતો

જાણવા મળ્યા મુજબ કાલિકા પ્લોટ,નર્મદા હોલ પાસે વિસ્તારમાં રહેતા સીદીક ઈસ્માઈલ ચાનિયાના ઘરે વિદેશી દારૂ છુપાવીને વેચાણ કરતો હોવાની ખાનગી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરએ દરોડો પાડતા ત્યાંથી વિદેશી દારૂ બોટલ નંગ ૧૪ કીમત રૂ.૧૨૮૦૦,મોબાઈલ નંગ-૧૩ કીમત રૂ.૩૪૦૦૦ અને દારૂના વેચાણ માંથી મળેલ રકમ રૂ.૩૩૭૫૦ સહિત કુલ રકમ ૮૧૫૫૦ જપ્ત કરી ઇકબાલ બસીરભાઈ મીર,મકસુદ હનીફભાઈ ચાનિયા,મહમદજુનૈદ સીદીકભાઈ ચાનિયા,રહીમ આદમભાઈ ચાનિયાની ઝડપી લઇ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

- text

દારૂના બીજા દરોડામાં મોરબીના ખોડીયારનગર નજીક આવેલ નાલા પાસે બાવળની કાંટમાં વિદેશી દારૂ છુપાવીને વેચાણ થતું હોવાની ખાનગી બાતમી આધારે મોરબી એ.ડીવીઝન પોલીસે દરોડો પડતા વિદેશી દારૂની ૫૫ બોટલ કીમત રૂ.૧૬૫૦૦ સાથે કૌશલ ઉર્ફે કવો રમેશભાઈ રામાનુજ (ઉ.૨૨) રહે-શનાળા બાયપાસ,મુરલીધર હોટલ પાછળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text