દિવાળી તહેવારમાં પોલીસ-ફાયરબ્રિગેડ ખડે પગે સેવા બજાવશે

- text


શહેર જિલ્લામાં લોકો શાંતિથી તહેવાર ઉજવી શકે તે માટે પોલીસ-ફાયર બ્રિગેડ પરિવારથી દૂર રહી લોકોની સલામતી જોશે

મોરબી:સામાન્ય રીતે કોઈપણ તહેવાર હોય લોકો પોતાના ઘર પરિવાર સાથે હર્ષોલ્લાસ સાથે તહેવારની ઉજવણી કરતા હોય છે પરંતુ આ બધાથી દૂર રહી ને લોકોની સુરક્ષા માટે ફરજ બજાવતા પોલીસ-ફાયર બ્રિગેડના કર્મચારીઓ પોતાના પરિવારજનો સાથે તહેવાર ઉજવી શકતા નથી,મોરબી જિલ્લામાં પોલીસ-ફાયર બ્રિગેડ દ્વારા લોકો શાંતિથી તહેવાર ઉજવી શકે તે માટે રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે.
આવતીકાલે દિપાવલીના શુભ પર્વ થઈ લઈ લાભ પાચમ સુધી લોકો શાંતિપૂર્વક તહેવારો માણી શકે તે માટે જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોરે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે,જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે દિવાળીમાં કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે ત્રણ ડીવાયએસપી,૧૧ પીઆઇ,૨૫ પીએસઆઇ અને ૫૫૦ પોલીસ જવાનોને ખડેપગે રાખવામાં આવ્યા છે તેઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે.
પોલીસની જેમજ મોરબી પાલિકાના ફાયર બ્રિગેડ દ્વારા ફટાકડાની કારણે આગ ન લાગે તે જોવા વિશેષ જવાબદારી રૂપે આગ લાગેતો તાત્કાલિક આગ બુઝાવી શકાય તે માટે માટે ત્રણ ફાયર ફાઇટર,બે ફાયર બાઇક અને છ ફાયર ટીમોને રાઉન્ડ ધ ક્લોક ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે.

- text

પ્રતીકાત્મક ફોટો

- text