ખેડૂત વિરોધી સરકારે ટ્રેકટર ઉપર ૨૮ ટકા જીએસટી ઝીકયો : મુકેશ ગામી

- text


મોરબીના પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ ખુલી પાડી : ટ્રેક્ટરના આજીવન રોડ ટેક્સમા પણ તોતિંગ વધારો

- text

મોરબી:કેન્દ્ર રાજ્યની ખેડૂત વિરોધી સરકાર ખેડૂતોને મોકો મળે ત્યારે ડામ દેવાનું ચૂકતી ન હોવાનજ જણાવી મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ગામીએ ખેતીવાડીમાં વપરાતા ટ્રેક્ટરનો કોમર્શિયલ વાહનમાં સમાવેશ કરી સરકારે ૨૮ ટકા જીએસટી થોપી બેસાડવાની નીતિનો ઉગ્ર વિરોધ કર્યો છે.
પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પંચાયત સદસ્ય મુકેશ ગામીએ એક નિવેદનમાં પ્રવર્તમાન કેન્દ્ર રાજ્ય સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકારે ખેડૂતોનું હિટ જોયું છે જેથી અત્યાર સુધી ખેડૂતો પાસે ટ્રેકટરમાં ફક્ત ૫% ટેક્સ લેવાતો હતો એ ભાજપ સરકારે વધારી ડી જીએસટી માળખામાં ટ્રેક્ટરને કોમર્શિયલ વાહન ગણી તેના પર ૨૮% ટેક્સ ઝીકયો છે.જેના કારણે ખેડૂતોને ટ્રેકટર ખરીદીમાં વધારાનો આર્થિક ડામ સહન કરવો પડશે.
આ ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસ સરકાર ખેડૂતો પાસે માત્ર પાસિંગ ટેક્સ જ વસુલતી હતી તેના બદલે ભાજપ સરકાર ખેડૂતોના ટ્રેકટર માટે આરટીઓમાં ૩.૫%ના દરે ટેક્સ વસુલાત કરી રહી છે અને હવે તેમાં પણ બમણા જેટલો વધારો ઝીકી ગુજરાતની કહેવાતી ખેડૂત હિત વાળી ભાજપ સરકારે ૬%ના દરે આજીવન આરટીઓ ટેક્સ વસુલ કરવાનું શરૂ કર્યું છે જે ખેડૂત વિરોધી નીતિ હોવાનું સ્પષ્ટ બતાવી રહી છે.
આ સંજોગોમાં નિવેદનના અંતે મુકેશ ગામીએ ખેડૂતના ટ્રેક્ટરનું ૧૦ વર્ષનું આયુષ્ય ગણી વાર્ષિક ટેક્સ વસુલવાની નીતિ અપનાવી જોઈએ તેવું જણાવ્યુ હતું.

 

- text