મોરબી : એક્ટિવા ભટકાવી પટેલ યુવાનને છરી ઝીકનાર બે આરોપી ઝડપયા

- text


સવા બે માસ પૂર્વેની ઘટનામાં એ ડિવિઝન પોલીસ ન કરી શકી એ કામ એલસીબીએ કર્યું

મોરબી:સવા બે માસ પૂર્વે મોરબીના સનાળારોડ પર પટેલ યુવાનને મોટર સાઇકલ અથડાવા જેવી સામાન્ય બાબતમાં નુક્શાનીના પૈસા માંગી અજાણ્યા એક્ટિવા ચાલકે છરીનો ઘા ઝીકી દેવા મામલે એલસીબી ટીમે મોરબી ગઢની રાંગ પાસે રહેતા બે મુસ્લિમ શખ્સોને ઝડપી લઈ એ ડિવિઝન પોલીસને સોંપી ગુન્હાનો ભેદ ઉકેલ્યો હતો.

જિલ્લા પોલીસ વડા દ્વારા વણ શોધાયેલા ગુન્હા શોધી કાઢવા મળેલી સૂચના અન્વયે ઇન્ચાર્જ એલસીબી પોલીસ ઇન્સ્પેકટર આર.બી.વ્યાસના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમને બાતમી મળી હતી કે સનાળા રોડ પર શુભ હિતલ નજીક એક્ટિવા ચાલકને છરી મારી દેનાર ઈસમો ગ્રીનચોક માં આવ્યા છે, જે ને પગલે એલસીબી સ્ટાફના રજનીભાઇ કૈલા,નંદલાલભાઈ વરમોરા,સુરેશભાઈ હૂંબલ જયવંતસિંહ ગોહિલ ઉક્ત સ્થળે પહોંચી જઈ મકબુલ હસનભાઈ રાઠોડ અને હુસેન યુસુફભાઈ બેલીમ રે.સિપાઈવાસ,માતમ ચોક ગઢનીરાંગ મોરબી વાળાને ઝડપી લીધા હતા.

- text

આ બન્ને શખ્સોએ સવા બે માસ પૂર્વે પ્રવીણભાઈ વલ્લભભાઈ ભિમાણી શુભ હોટલ નજીક જતા હતા ત્યારે અચાનક બ્રેક મારતા પાછળથી એક્ટિવા ભટકાડી ખર્ચના પૈસા માંગી સાથળમાં છરીના ઘા મારી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે આ મામલે એ ડિવિઝન પોલીસે સવા બે માસ પૂર્વ ગુન્હો નોંધ્યો હોવા  છતાં આરોપીઓને શોધી કે ઓળખી શકી ન હતી જે કામ એલસીબી પોલીસે કરી ગુન્હાનો ભેદ ઉકેલી બંને આરોપીઓને એ ડિવિઝન પોલીસ હવાલે કર્યા હતા.

- text