- text
દબાણને પગલે સી.સી.રોડનું કામ અટકી જતા રહેવાસીઓ દ્વારા રજુઆત
- text
મોરબી:મોરબીના રવાપર રોડ પાછળ આવેલ આલાપ સોસાયટી તરફ જવાના મુખ્ય માર્ગને કરોડો ખર્ચે સી. સી.રોડ બનાવવાની કામગીરીમાં કેટલાક દબાણો અંતરાય રૂપ બનતા આ મામલે જિલ્લા કલેકટરે પાલિકા તંત્ર અને મામલતદારને તાકીદે આ દબાણ હટાવવા આદેશ કર્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ પાછળ સાયન્ટિફિક વાડી વિસ્તારમાં આવેલ આલાપ સોસાયટી,પટેલનગર,ખોડિયાર પાર્ક સહિતના વિસ્તારમાં જવા માટેના એક માત્ર માર્ગ અત્યન્ત બિસ્માર બની જતા હાલમાં સ્વાગત ચોકડીથી લીલાપર રોડ ને જોડતા આ આલાપ માર્ગને સી.સી.રોડ બનાવવાનું કામ શરૂ કરાયું છે.
પરંતુ આ માર્ગમાં કેટલાક મોટા દબાણો અંતરાય બનતા છેલ્લા થોડા સમયથી સી સી રોડ બનાવવાની કામગીરી અટકી જતા સોસાયટીના રહેવાસીઓ દ્વારા નગરપાલિકામાં રજુઆત કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.
બાદમાં સોસાયટીવાસીઓએ આ મામલે જિલ્લા કલેકટરને રજુઆત કરતા કલેકટર ચોકી ઉઠ્યા હતા અને પાલિકા તેમજ મામલતદારને તાકીદે દબાણ દૂર કરવા આદેશ કરી રોડની કામગીરી પૂર્ણ કરી રિપોર્ટ કરવા સૂચના આપી હતી.
- text