- text
મવડા નાબુદી અંગે સરકાર યોગ્ય પગલાં નહિ લે તો કોંગ્રેસ ખેડૂતોના હિતમાં આંદોલન કરશે
- text
મોરબી:રાજ્ય સરકારે મવડા નાબુદી મુદ્દે મોરબીને વધુ એક લોલીપોપ આપી હોવાનું જણાવી કોંગ્રેસ અગ્રણી બ્રિજેશભાઈ મેરજાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને હજુ જો સરકાર ખેડૂત હિતમાં મવડા મામલે માધાપર,વજેપર અને ત્રાજપરના ખેડૂતોનું હિત ધ્યાને લેવામાં નહિ આવે તો કોંગ્રેસ દ્વારા આંદોલન છેડવામાં આવશે તેવું સ્પષ્ટ જણાવ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસ અગ્રણી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરી અંધાધૂંધી ફેલાય તેમ અગાઉ ૩૩ ગામો મવડાની સુચીમાંથી હટાવી માધાપર,વજેપર અને ત્રાજપરને યથાવત રાખ્યા હતા,બાદમાં ફરી નોટિફિકેશન જારી કરી ઉક્ત ત્રણે ગામોને મવડા મુક્તિ આપી પરંતુ આ અંગેની કોઈ સ્પષ્ટ જોગવાઈ નકરતા હાલમાં ત્રણેય ગામના ખેડૂતોની મુશ્કેલી યથાવત છે.
વધુમાં તેઓએ સરકારના ૭ ઓક્ટોબરના જાહેરનામને લોલીપોપ સમાન ગણાવી જણાવ્યું હતું કે જો સરકાર ખરેખર ખેડૂતનું હિટ ઇચ્છતી હોય તો મવડા માટે શહેરી વિકાસ મંત્રાલય ગાંધીનગરને મોકલવામાં આવેલ વિકાસ પ્લાન જ રદ કરવા કાર્યવાહી કરવી જોઈએ અને તોજ ખેડૂતોને મવડા મુક્તિનો લાભ મળશે.
સરકારના મવડા મુક્તિના આ ફેસલાથી ખેડૂતોને નહીં પરંતુ બિલ્ડરોને લાભ મળી રહ્યો હોવાનું જણાવી એમને અંતમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે જો સરકાર સત્વરે ખેડૂતોના હિતમાં મવડા અંગે સ્પષ્ટ નિર્ણય જાહેર નહીં કરેતો ખેડૂતોના હિતમાં કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરાશે.
- text