- text
૧૦૮ના કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળને પગલે ઇમરજન્સી સેવા ચાલુ રાખવા કલેક્ટરનો આદેશ
મોરબી:મોરબી જિલ્લા કલેકટરના આદેશને પગલે આરોગ્ય અધિકારી દ્વારા મોરબીમાં ૧૦૮ ઇમરજન્સી સેવા ચાલુ રાખવા કોન્ટ્રાકટ બેઇઝ ડ્રાઇવરો અને પેરામેડીકલ સ્ટાફને કામગીરી સોંપવામાં આવી છે.
જાણવા મળતી વિગતો મુજબ ૧૦૮ના કર્મચારીઓ દ્વારા શોષણ અને પગાર વધારા સહિતની જુદી-જુદી માંગણીઓને લઈ હડતાલ પર ઉતરી જતા રાજ્યભરમાં ઇમરજન્સી સેવાઓને માંઠી અસર પહોંચી છે આ સંજોગોમાં જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે પરિસ્થિતિની સમીક્ષા કરી જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કતિરાને ઇમરજન્સી સેવા ચાલુ રાખવા આદેશ કર્યો હતો. જિલ્લા કલેકટરના આદેશને પગલે આરોગ્ય અધિકારી દ્વારા કોન્ટ્રાકટ બેઇઝથી કામગીરી કરતા ડ્રાઈવરો અને સિવિલના પેરા મેડિકલ સ્ટાફને ૧૦૮ ઇમરજન્સી સેવામાં કામે લગાડી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરવામાં આવી છે.
- text
- text