ચૂંટણી સમયે જ હક્ક માટે ધોકો પછાડતો લઘુમતી સમાજ

- text


લઘુમતી આયોગની રચના કરવાની માંગ સાથે મોરબી સહિત રાજ્યભરમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયા

મોરબી:વિધાનસભા ચૂંટણી સમયે જ રાજ્યના લઘુમતી સમુદાય દ્વારા આજે મોરબી સહિત રાજ્યભરના તમામ જિલ્લા મથકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રાજ્યમાં લઘુમતી આયોગની રચના કરી લઘુમતી સમાજના વિકાસ માટે જુદા-જુદા આઠ મુદા અંગે સરકાર સમક્ષ ન્યાય માંગતા સરકારની મુશ્કેલી વધવાની શક્યતા જોવાઇ રહી છે.

પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ મોરબી સહિતના જિલ્લા મથકોએ લઘુમતી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી માયનોરિટી કો ઓર્ડીનેશન કમિટી (MCC) ગુજરાત તારીખ ૧૮ ડીસેમ્બર ૨૦૧૬ ના રોજ લઘુમતીઓ ના મુદ્દાઓ ની પેરવી કરવા માટે બનાવવામાં આવેલ તેનો જવાબ માંગી ન્યાયની માંગ કરવામાં આવી હતી રજુઆતમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં લઘુમતીઓ અન્ય રાજ્યોથી વધુ વંચિત છે,
ભારત સરકાર ના લઘુમતી મંત્રાલય ની વેબ સાઈટ પર આ ડેટા જોતા માલુમ પડે છે કે ૨૦૧૩ થી ૨૦૧૬ સુધી એવા જીલ્લાઓ કે જ્યાં નોધપાત્ર લઘુમતી વસ્તી છે ત્યાંની શાળાઓ માં એક પણ વધુ વર્ગખંડ બનવવા માં આવ્યા નથી,કેન્દ્રની જેએનએનઆરયુએમ યોજના થકી મૂળભૂત સેવાઓ અર્બન ગરીબોને માં એક પણ પ્રોજેક્ટ અવ લઘુમતી વસ્તી ધરાવતા ક્ષેત્રો માટે મંજુર કરવા માં આવ્યું નથી.
આ ઉપરાંત આઇસીડીએસના આંગણવાડી સેન્ટર શરુ કર બાબતે ૨૦૧૨ થી ૨૦૧૫ સુધી માં કોઈ ટાર્ગેટ મુકવા માં આવ્યા નથી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવેલોપમેન્ટ ફોર માયનોરીટી (IDMI) અન્વયે માત્ર ૬ સંસ્થાઓ ને ૧૭.૬૮ લાખ મળેલ છે, (SJSRY) અન્વયે વ્યક્તિગત અને ગ્રુપ ને એન્ટરપ્રાઈઝ સ્થાપવા માટે સહાય મળતી હોય છે પરંતુ તેના કોઈ ડેટા ગુજરાત માટે પ્રાપ્ત નથી, મલ્ટી સેક્ટરલ ડેવેલોપમેન્ટ પ્રોગ્રામ (MsDP) હેઠળ કોઈ પણ પ્રોજેક્ટ મંજુર થયા નથી અને કોઈ પણ ફંડ ફાળવવામાં આવેલ નથી.
વધુમાં એસ.એસ.એ યોજના હેઠળ પણ નવી પ્રાથમિક શાળા માટે નો કોઈ પણ ટારગેટ ફિક્સ કરવા માં આવેલ નથી, મીનીસ્ટ્રી ઓફ ડ્રીન્કીંગ વોટર એન્ડ સેનિટેશન ના નેચરલ રૂરલ ડ્રીન્કીંગ વોટર પ્રોગ્રામ (NRDWP) ૨૦૧૨ – ૨૦૧૫ માં કોઈ પણ ટારગેટ ફિક્સ કરવા માં આવેલ નથી, સ્કીલ ટ્રેનીંગ (SJSRY) નું ટારગેટ હતું ૧૩૮૪ અને તેનું અચીવમેંટ ૦ શૂન્ય છે, (SJSRY) માં SHG ને બાંક સાથે લિન્કેજ કરવાનો ટારગેટ હતું ૩૩૦ અને અચીવમેંટ ૦ શૂન્ય છે, મદ્રેસા મોર્ડનાઈજેશન એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ ૨૦૧૨ -૨૦૧૫ માં કોઈ ટારગેટ મુકવામાં આવેલ ના હતું. SSA અન્વયે શિક્ષકો નીમવા બાબતે પણ કોઈ ટારગેટ મુકવામાં આવેલ નથી.
આ ઉપરાંત લધુમતિઓની વસ્તી કુલ ૧૧.પ % છે જેમાં મુસ્લીમ ૯.૭% , જૈન ૧.૦%, ખ્રિસ્તી ૦.પ%, સિખ ૦.૧ %, બોદ્ધ ૦.૧ % તેમજ અન્ય ૦.૧ % છે. ગુજરાત જેવા રાજયમાં જયાં લગભગ ૭પ% મુસ્લિમ બાળકો પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવે છે ત્યાં જ ૮ મી સુધી આ ટકાવારી ઘટીને ૪પ% અને મેટ્રીક સુધી પહોચતા સુધિમાં આ ટકાવારી ઘટીને ર૬% રહી જાય છે. આ એક ખુબજ ચિંતા જનક સ્થીતી છે. ગુજરાત રાજય વર્ષોથી આન્તરીક વિસ્થાપનનો સાક્ષી રહયું છે, કોમી તોફાનો, દરીયા કિનારાના મોટા મોટા ઓધ્યોગીક સંયંત્ર ના લિધે લગભગ ર લાખ લોકો વિસ્થાપીત થઈને મોટા શહેરોમાં આવી ને વસેલા છે જેઓને મુળભુત પાયાની સુવીધાઓના અભાવમાં ગન્દી વસ્તીઓમાં જીંદગી વીતાવી રહયા છે આમાં સૌથી વધુ પ્રભાવીત મુસ્લીમ સમુદાય છે.

- text

સચ્ચર સમિતીની રીપોર્ટ મુજબ મુસલમાનો નેે ઉચ્ચ જાતિના હિન્દુના પ્રમાણમાં ૮૦૦% થી વધુ ગરીબી છે અને અન્ય પછાત વર્ગની તુલનામાં પ૦% વધુ છે. સચ્ચર સમિતિના રીપોર્ટ મુજબ ગુજરાતના સંગઠિત અને મેનુફેકચરીંગ ક્ષેત્રમાં દેશના સરેરાશ ટકાવારી ર૧ % કરતા ઓછી માત્ર ૧૩ % જ મુસલમાનોની ભાગીદારી છે અને બીજા સમુદાયોની દેશની સરેરાશ કરતા વધુ છે. સ્વરોજગાર ના ક્ષેત્રમાં મુસલમાનો ની ટકાવારી પ૪% છે અને જે દેશની સરેરાશ પ૭% કરતા ઓછી છે તેમજ અનોપચારીક ક્ષેત્રોમાં મુસલમાનોની ટકાવારી ર૩% છે જે દેશની ટકાવારી ૧૭ % થી વધુ છે. આ આંકડાઓથી સમજાય છે કે રાજય માં લઘુમતિ ભેદભાવના શીકાર છે.

સચ્ચર સમિતિ ની ભલામણો પછી દેશમાં લધુમતિ કલ્યાણ મંત્રાલયની સ્થાપના ર૦૦૬માં થઈ જેના મુખ્ય ધ્યેય દેશના લઘુમતિઓને મુખ્ય ધારામાં લાવવાનો છે, જે માટે શષ્યવૃત્તી, કોશલ્ય વિકાસ, વકફ વિકાસ, પ્રધાનમંત્રી ૧પ સૂત્રીય કાર્યક્રમ સરકારી પરીક્ષાઓની તૈયારી માટે સહાય વગેેરે યોજનાઓ ને ચલાવવામાં આવી રહી છે.

આ સંજોગોમાં ગુજરાતમાં અલગ થી કોઈ લધુમતિ કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરવામાં આવેલ નથી, તેમજ રાજયના બજેટમાં લઘુમતિ માટે અલગથી કોઈ ઈ જ વ્યવસ્થા કરવામાં આવેલ નથી.
ગુજરાતમાં બહુસંખ્યક ધર્મના ધાર્મિક કર્મકાંડો માટે શીખવાડવા માટે કોર્સ ચલાવવામાં આવે છે અને લઘુમતિ સમુદાય માટે કોઈ જ યોજના નથી આ બાબત ભેદભાવનું સ્પષ્ટ ઉદાહરણ છે.
દેશમાં વચિત વર્ગ, સમૂહો ને ફરીયાદ નિવારણ અને વિકાસ માટે રણનીતી બનાવવામાટે આયોગોની સ્થાપના કરવામાં આવી છે જેમ કે મહિલા આયોગ, અનુસૂચિત આયોગ, અનુસૂચિત જનજાતિ આયોગ, પછાત વર્ગ આયોગ, બાળ અધિકાર આયોગ લધુમતિ આયોગ વગેરે. લધુમતિ આયોગ ની સ્થાપના ખૂબજ કમજોર કાયદા તહત કરવામાં આવિ છે અને ગુજરાતમાંતો આ આયોગ જ નથી.
આ બધી બાબતોને ધ્યાન માં રાખીને અમે બધા લધુમતિ સમુદાયો એક થઈને સંઘર્ષ કરવાો પડશે.
જે માટે લઘુમતિ સમન્વય સમિતિ ગુજરાત (Minority’s coordination committee Gujarat, MCC) અન્વયે રાજય સ્તરીય આંદોલન ની શરૂઆત આજ ૧૮ ડીસેમ્બર આંતર રાષ્ટ્રીય લઘુમતિ દિવસના રોજ કરવામાં આવી રહી છે.

આ અભિયાન હેઠળ સમગ્ર રાજયમાં દરેક જીલ્લા માંથી કુલ ૧લાખ પોસ્ટ કાર્ડ માનનીય મુખ્યમંત્રીને મોકલાવામાં આવશે,દરેક જીલ્લા મુખ્યાલય પર તેમજ કલેકટરને મુખ્યમંત્રી શ્રી ને સંબોધીને આવેદન પત્ર આપવામાં આવશે. ત્યાર બાદ એક મોટી રેલી આ માંગોને પૂરી કરવાના મુદદાને લઈને કરવામાં આવશે.

મુખ્ય માંગો

રાજયમાં લઘુમતિ કલ્યાણ મંત્રલયની સ્થાપના કરવામાં આવે.
રાજય ના બજેટમાં લધુમતિઓ ના વિકાસ માટે અલગ બજેટની વ્યવસ્થા કરવામાં આવે.
રાજય ના લધુમતિઓ ના ક્ષેત્રોમાં સરકારી હાયર સેકન્ડરી શાળાઓની સ્થાપના કરવામાં આવે
રાજય લઘુમતિ આયોગની રચના કરવામાં આવે અને તેેને બંધારણીય મજબુતી મળે તેવો કાયદો વિધાનસભા માં પસાર કરવામાં આવે.
મદ્રસા ડીગ્રી ને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે.
લઘુમતિઓના ઉત્થાન માટે વિશેષ
લઘુમતિઓના ઉત્થાન માટે વિશેષ આર્થીક પેકેજ આપવામાં આવે તેવી માંગ આજની રજુઆતમાં ઉઠાવવામાં આવી હતી.

- text