- text
વાંકાનેર : વાંકાનેરની ઢુવા ચોકડી પાસે શનિવારની બપોરના નજીવી બાબતે ઢુંવાના સરપંચ જૂથ અને સામે રિક્ષા ચાલકોના જૂથ વચ્ચે થયેલ અથડામણ અને મારામારીના બનાવમાં સામસામી ફરિયાદો બાદ સરપંચ જૂથ ના સરપંચ સહીત ૬ આરોપીઓ શનિવારની મોડી રાત્રીના જ તાલુકા પોલીસના શરણે સામેથી હાજર થઇ ગયા હતા. અને તાલુકા પોલીસે તેની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text
શનિવારની બપોરના સમયે ઢુવા ચોકડી પર બાઈક અડી જવાની સામાન્ય બાબતે થયેલ સામસામી જૂથ અથડામણ અને તેમાં ઢુંવાના સરપંચ નરેન્દ્રભાઈ ઉર્ફે હકાભાઇ ને માથામાં ઈજા થયેલી તેમજ સમા પક્ષે બે ભરવાડોને હાથ પગમાં ફેકચર તેમજ માથામાં મુંઢ મારની ઈજા અને વાંકાનેરના ભરવાડની રિક્ષાને સરપંચ જુથનાઓએ આગ લગાડી દીધી હોય ભરવાડ જૂથ ના બે વ્યક્તિઓ ને સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ ખાસેડેલા જયારે સરપંચ ને મોરબી હોસ્પીટલમાં ખાસેડેલા. ભરવાડ પક્ષેથી ભોગ બનનાર લાલભાઈ કે જેને માર પણ પડ્યો હતો અને તેમની જ રીક્ષા સળગાવી દેવાય હતી તેને સરપંચ સહીત ૬ થી વધુ વયક્તિઓ સામે અને સરપંચે બંને ભરવાડ સહીત ૬ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં મોડી રાત્રીના સરપંચ નરેન્દ્રભાઈ ઉર્ફે હકાભાઇ અસ્વર તેમજ વિક્રમ દુલુભા રજપૂત, બાબો ઉર્ફે બાલા ગોવિંદ રજપૂત, ધીરુભાઈ ખેંગારભાઈ રજપૂત, મહિપત મનુભાઈ રજપૂત અને રાહુલ બાબુભાઈ રજપૂત આરોપીઓ તાલુકા પોલીસ સમક્ષ સામેથી હાજર થઇ ગયા હતા અને તાલુકા પોલીસ અધિકારી જાડેજા એ તેની વિધિવત ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- text