અમે જ વિકાસ પાછળ ગાંડા હોઈએ તો વિકાસ ગાંડો થાય એમાં કઈ ખોટું નથી : રોહિત પટેલ

- text


આજથી મોરબી જિલ્લામાં માં નર્મદા મહોત્સવનો પ્રારંભ 
મોરબી : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું કામ પૂર્ણ થતાં આજથી સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં પણ માં નર્મદા મહોત્સવ રૂપે નર્મદાયાત્રાનો પ્રારંભ થયો છે. આ તકે હાજર રહેલ રાજ્યના ખાણખનીજ અને ઉદ્યોગ મંત્રી રોહિત પટેલે સોશ્યલ મીડિયા પર વિકાસ ગાંડો થયો છે  જે કોમેટ લગાતાર થઇ રહી છે તે અંગે પ્રતિક્રિયા આપતા અમે વિકાસ પાછળ ગાંડાતૂર હોવાથી વિકાસ ગાંડપણ ધારણ કરે તો કઈ ખોટું નથી તેમ કહ્યું હતું.
મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે માં નર્મદા યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ માં ઉપસ્થિત રાજ્ય ના ખાણખનીજ અને ઉદ્યોગ મંત્રી રોહિત પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયામાં જે વિકાસ ગાંડો થયો છે નિ જે કોમેટ ચાલી રહી છે તે અંગે પોતાનો મત વ્યક્ત કરતા પટેલે જણાવ્યું હતું કે, અમે જ ગાંડાતૂર થયા છીંએ વિકાસ ની પાછળ જયારે અમે જ વિકાસ પાછળ ગાંડા હોઈએ તો વિકાસ ગાંડપણ ધારણ કરે એમાં કઈ ખોટું નથી. આ ગાંડા વિકાસ થી કોઈ નું અહિત નહિ થયું હોવાનું અને જો કોઈ નું અહિત થયું હોઈ તો પોતાની સામે આવવા જણાવ્યું હતું.રાજ્ય મંત્રી રોહિત પટેલે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ (સરદાર સરોવર-કેવડિયા કોલોની) આડેના તમામ અંતરાયો દૂર થઈ ગયા છે.દરવાજા બંધ કરવાના હુકમ સાથે ડેમનું કામ પૂર્ણ થઈ ગયું છે.લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તથા કેન્દ્ર સરકાર,રાજ્ય સરકારનો આ યોજના માટે આભાર વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્ય અમૃતીયાએ માઁ નર્મદા મહોત્સવ અંતર્ગત નર્મદા રથ સમગ્ર મોરબી વિસ્તારમાં આવશે જેનો તમામ ગ્રામજનોને હૃદયના ઉમળકાથી, કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર, આ આગમનને એક ઉત્સવ તહેવારની રીતે ઉજવવા, નર્મદા રથને વધાવવા, સ્વાગત કરવા ઉપસ્થિત રહેવા અપીલ કરી હતી
આજે સવારે ૮.૩૦ કલાકે મોરબી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉદઘાટન સમારોહ બાદ નર્મદાયાત્રાનો ૯.૩૦ કલાકે પ્રારંભ થયો હતો અને આજના દિવસમા બેલા, રંગપર, જસમતગઢ, સાપર, હરીપર, ગાળા, વાઘપર, પીલુડી, અણીયારી, રાપર,અને જેતપરની મુલાકાત લઈ જેતપર ખાતે રાત્રી રોકાણ કરશે.

- text