- text
વળતર સત્વરે ચુકવવા કોંગી અગ્રણી દ્વારા રાહત કમિશનરને રજુઆત
મોરબી: મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં તેમજ માળિયા તાલુકામાં પુરના કારણે પાકનું ધોવાણ તેમજ જમીન ધોવાણ થયેલ છે. જેનું સર્વે કામગીરી પૂર્ણ થવાને ઘણો સમય થયો છતાં હજુ સુધી વળતર ચૂકવામાં આવ્યું નથી. જે ખરેખર ખેડૂતો સાથે અન્યાય થાય છે. એક તો પાકનું ધોવાણ બીજુ જમીનનું ધોવાણ થયેલ હોય ત્યારે તાત્કાલીક જમીન સરખી કરવી અને નવો પાક વાવવો પણ જરૂરી હોય છે, કારણ કે જે સરકારી વળતર મળતું હોય છે તે પર્યાપ્ત હોતું નથી. જેથી સત્વરે વળતરની રકમ ચૂકવવા કોંગ્રેસ કાર્યાલય મંત્રી કાંતિલાલ બાવરવાએ માંગણી ઉઠાવી છે.
રાજ્યના રાહત કમિશનરને કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું છે કે, મોરબી જીલ્લામાં પુરની પરિસ્થિતિ હતી. તેવી જ રીતે બનાસકાંઠાના ગામોમાં પણ પુરની પરિસ્થિતિ હતી. જેમાં બનાસકાંઠામાં જમીન વળતર ૨૦,૦૦૦ હજાર રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવેલ છે. જયારે અમારા બંને તાલુકામાં ૧૨,૫૦૦ રૂપિયા આપવામાં આવનાર છે, તેવું જાણવા મળેલ છે. તો મોરબી જીલ્લાના ટંકારા તથા માળિયા તાલુકાના ખેડૂતોને અન્યાય શા માટે? શું બનાસકાંઠાના ખેડૂતો અને મોરબી જીલ્લાના ખેડૂતો સરકારને અલગ અલગ દેખાય છે? આવો ભેદભાવ શા માટે? મોરબી જિલ્લાને થતો આ અન્યાય દુર કરી ખેડૂતોને ન્યાય આપવા અમારી માંગણી છે. વળી મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ પાક વીમો હજુ સુધી ચૂકવાયેલ નથી. તેમજ તંત્ર પાસે પુરતો સ્ટાફ ન હોવાથી ક્રોપ કટીંગ સર્વે પણ થઇ શકે તેમ નથી. તેવા સંજોગોમાં જે ગામના ખેડૂતોનું ક્રોપ કટીંગનો સર્વે નહિ થાય તે ગામોને વીમો નહિ મળે. ગત વર્ષમાં પણ આવું થયેલ છે. તો તંત્રના વાંકે ખેડૂતોને અન્યાય શા માટે? પાડાના વાંકે પખાલીને ડામ શા માટે? તો આ બાબત ધ્યાને લઇ ગત વર્ષમાં થયેલ અન્યાય દુર કરવા વિનંતી તેમજ આગામી વર્ષની સીઝન નજીકમાં આવતી હોય ક્રોપ કટીંગ સર્વે માટે પુરતો સ્ટાફ ફાળવી યોગ્ય કરવા વિનંતી.
અમારા મોરબી જીલ્લા તો આવો અન્યાય સામાન્ય થઇ ગયેલ છે. ભૂતકાળમાં પણ આવું બનેલ છે. જેના કેઈસ કોર્ટમાં ચાલે છે.
હવે તો આમાં સરકારે ગામ વાઈઝ આકારણીની સીસ્ટમ કરેલ છે. તેમાં તો ખેડૂતો કોર્ટમાં પણ જઈ શકે તેમ નથી. તો આ બાબતે યોગ્ય કરવા કરવા માંગ કરવામાં આવી છે .
- text