- text
મોરબી : ગત રાત્રીના મોરબીના રવાપર રોડ પર કેનાલ ચોકડી નજીક ટ્રાફિકજામ સર્જાયો હતો,કલાકો સુધી ટ્રાફિક જામ રહેવા છતાં પોલીસ ન ફરકતા અંતે સિદ્ધિ વિનાયક ગ્રુપ અને પટેલ ગ્રુપના કાર્યકરોએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
- text
જાણવા મળતી વિગતો મુજબ ગત રાત્રીના કેનાલરોડ ચોકડી નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પરંતુ જે કામગીરી પોલીસને કરવી જોઈએ તેમ છતાં શહેરની પોલીસ અહીં ફરકી ન હતી. પરિણામે પટેલ ગ્રુપ અને સિધ્ધિ વિનાયક ગ્રુપના સભ્યોએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો.
રવાપર ચોકડી પાસ બે કલાકથી વધુ ટ્રાફીક સર્જાયો હતો. જેના કારણે લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા જોકે પોલીસ ટ્રાફીક હટાવવા ન ડોકાતા પોલીસની કામગીરી સિદ્ધિ વિનાયક ગ્રુપ અને પટેલ ગ્રુપના કાર્યક્રતાઓએ કરી ચોકડી પર દોડી આવી મહા મુસીબતે ટ્રાફિક થાળે પાડ્યો હતો.
- text