- text
ગ્રાહકોને દરમહીનાને બદલે ત્રણ-ત્રણ મહિને બિલ આપી વધુ યુનિટ ચડાવી કરાતી છેતરપિંડી: ગ્રાહક સુરક્ષા મંડળ મેદાને
મોરબી: છેલ્લા થોડા સમયથી મોરબી શહેર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા લોકોને બુદ્ધિપૂર્વક લૂંટવામાં આવી રહ્યા છે. વીજગ્રાહકોને ઓછા વીજ વપરાશ બદલ મળતો લાભ અટકાવવા વીજ કંપની જાણી જોઈને ત્રણ-ત્રણ મહિને બિલ આપી તગડી રકમ વસુલ કરતા આ મામલે ગ્રાહક સુરક્ષા મંડળ મેદાને આવ્યું છે.
મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાના જણાવ્યા મુજબ મોરબી શહેર જિલ્લામાં વિજકંપની દ્વારા વીજ ગ્રાહકો સાથે બુદ્ધિ પૂર્વક નાણાં ખંખેરવાનું શરૂ કર્યું છે. વીજ કંપનીના નિયમ મુજબ ઓછો વપરાશ હોય તો ઓછું બિલ આવે અને યુનિટડીથ ભાવમાં પણ જમીન આસમાનના ફરક વચ્ચે ઓછા વીજ વપરાશમાં ગ્રાહકને ફાયદો થાય છે. પરંતુ વિજકંપનીના ભેજાબાજ ઠગો દ્વારા ગ્રાહકોને રીતસર લૂંટવા માટે નવો માર્ગ અપનાવી દર માસની બદલે ત્રણ-ત્રણ મહિને તગડા બિલ ફટકારવામાં આવે છે,જો કે વીજ કંપનીની આ ચાલ કોઈ સમજી શકતું નથી અને સમજી શકે તેવા લોકો મૌન બેઠા છે પરિણામે પીજીવીસીએલ મોરબી ગ્રાહકોને ખુલ્લે આમ છેતરી રહ્યું છે.
જો કે આ મળે હોવી મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે મેદાને આવ્યું છે અને લૂંટારા-ચેતરપિંડીબાજ પીજીવીસીએલના તંત્ર સામે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી ગ્રાહકોને દર મહિને રેગ્યુલર બિલ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
- text