મોરબી : જાહેરમાં કોલગેસનો કદળો ઠલવવા બાબતે પ્રદુષણ બોર્ડમાં ફરિયાદ કરાઈ

- text


વોર્ડ નંબર 11 ના જાગૃત કાઉન્સિલર દ્વારા કલેકટર પ્રદુષણ બોર્ડને રજુઆત

મોરબી:મોરબીના શનાળારોડના રહેણાંક વિસ્તાર નજીક સીરામીક ફેક્ટરીમાંથી નીકળતો અતિ જોખમી અને ઝેરી એવો કોલગેસનો કદળો ટેન્કર મારફતે ઠાલવવામાં આવતા આ વિસ્તારના જાગૃત કાઉન્સિલર દ્વારા જિલ્લા કલેકટર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડને રજુઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નગરપાલિકાના વોર્ડ-૧૧નાં કાઉન્સીલર કુસુમબેન કરમશીભાઈ પરમારએ મોરબી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તથા જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.જેમાં જણાવ્યું હતું કે ગઈકાલ મોડીરાત્રીના ગોકલદાસ પ્રા.નાં જીન પાસે હાલ ટેન્કર નં-જીજે ૧ વી ૬૮૩૯ દ્વારા અતિશય દુર્ગંધ મારતું કોઈ કેમિકલ ઠાલવવામાં આવ્યું હતું.જેની જાણ લત્તાવાસીઓને જાણ તથા સ્થાનિકો ત્યાં દોડી ગયા હતા અને ટેન્કર ચાલકએ સ્થાનિકોને અપશબ્દો કહ્યા હતા તેમજ ધાક-ધમકી પણ આપવામાં આવી હતી. વધુમાં આ કેમિકલ યુક્ત પાણીથી રોગચાળો ફેલાવવાનો ભય તથા ચામડીના રોગ થવાની શક્યતા છે.તો આ મામલે ધોરણસરની કાર્યવાહી કરવા માંગ કરવામા આવી હતી.
જો કે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નમૂના લેવા સિવાય કોઈ જ કામગીરી કરવામાં આવતી ન હોવાનું તેમજ પ્રજા નહિ પણ સીરામીકને કારખાનાવાળા કહે તેવા અને તેટલા જ પગલાં ભરવામાં આવતા હોય આ રજુઆતથી પ્રદુષણ ફેલાવતા લોકોને કોઈ ફરક પડે તેમ ન હોવાનું મનાઇ રહ્યું છે.

- text

- text