- text
મોરબી : મોરબીના દરબારગઢ નજીક આવેલ કોટની મેલડીમાં મંદિર ખાતે ગણેશમહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
છેલ્લા છ વર્ષથી આયોજિત કોટની મેલડીમાં ગ્રુપ આયોજિત ગણેશોત્સવમાં બાપાની વિશાળ મનમોહક પ્રતિમા બિરાજમાન છે દરરોજ સવારે અને સાંજે બાપાની મહાઆરતી પૂજનમાં સેંકડો ભવિકજનો ભક્તિભાવ પૂર્વક બાપાની વંદન કરી ધન્યતા અનુભવે છે. સમગ્ર આયોજન જયદીપ રાજગોર દ્વારા કરવામાં આવ્યું છે અને શાસ્ત્રી વિમલભાઈ જોશી પૂજા અર્ચનાની ભાવપૂર્વક સેવા આપી રહ્યાં છે.
- text
- text