મોરબીમાં નવજીવન સ્કુલમાં વિજ્ઞાન- ગણિત પ્રદર્શન મેળો યોજાયો

- text


મોરબી : ગાંધીનગર જી.સી.ઇ.આર.ટી દ્વારા પ્રેરિત મોરબી જિલ્લા શિક્ષણાધિકારી અને તાલિમ ભવન રાજકોટ, મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી, શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ તેમજ મોરબી નવજીવન વિધ્યાલયના કેમ્પસમાં આજે સવારે વિજ્ઞાન ગણિત પ્રદર્શન 2017-18નું આયોજન કરવામા આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદઘાટન જિલ્લા શિક્ષણ અધિકારી બી.એન.દવેના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી તાલુકાના તમામ માધ્યમિક તેમજ ઉચ્ચ માધ્યમિક શાળાના વિધ્યાર્થીઓ ભાગ લઈને વિજ્ઞાન અને ગણિતની પોતાની ઉતમ ક્રૂતિઓ રજૂ કરી હતી. તેમજ જિલ્લા તાલીમ ભવન રાજકોટના ચેતનાબેન વ્યાસ, સ્વનિર્ભર શાળાના સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઇ ઓગણજા,વીસી હાઇસ્કુલના વીડજા સર, ધાર્મિષ્ઠાબેન કડિવાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

- text