- text
મોરબી : મોરબી જલારામ મંદિર દ્વારા બે દિવસથી ભારે વરસાદ પડતા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ લોકોને ભોજન પીરસવમાં આવ્યું હતું.
- text
કુદરતી આફત સમયે પોતાની નૈતિક તેમજ સામાજિક ફરજ બજાવતા મીરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશની જેમ ૨ દિવસથી ભારે વરસાદ પડતાં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકો ભૂખ્યા ન રહે તેથી આવ તમામ વિસ્તારની મુલાકાત લઈ ત્યાંના લોકોને ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણીની આગેવાનીમાં નરેન્દ્રભાઈ રાચ્છ,હરિલાલ દસાડીયા,નવલભાઈ માણેક સહિતના સેવાભાવી લોકો આ સેવા કાર્યમાં જોડાયા હોવાનું જલારામ સેવા મંડળના નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવાયું છે.
- text