મોરબી 108ની ટીમની પ્રામાણિકતા : દર્દીના સબંધીને શોઘી રોકડ-મોબાઈલ પરત કર્યા

- text


મોરબી : મોરબી માળીયા હાઇવે પર ભરતનગર પાસે અકસ્માતની થયાની જાણ થતા મોરબી 108ની ટિમ તરત જ ઘટના સ્થેળે દોડી જઈ ઇજાગ્રસ્ત વ્યક્તિને સ્થળ પર પ્રિ હોસ્પિટલ સારવાર આપી તાબડતોબ 108માં નજીકના દવાખાને રીફર કરવામાં આવ્યા હતા. અને 108 પોતાની જવાબદારી પૂર્ણ કરી પરત ફરી હતી. પરંતુ ત્યાર બાદ 108ની ટીમે ને ધ્યાન માં આવ્યું હતું કે દર્દીના 16000 રૂપિયા રોકડા અને બે મોબાઈલ ફોન 108 વાનમાં જ રહી ગયા છે. જેથી 108ના EMT હિંમતભાઇ તથા પાઇલોટ સતિષભાઈએ દર્દીના સબંધીને શોધીને તમને દર્દીની રોકડ રકમ અને મોબાઈલ સહિતનો કિંમતી માલ સામાન પરત કરી પ્રામાણિકતા દર્શાવી હતી.

- text

- text