મોરબીમાં ટ્રાફિક નિયમભંગ બદલ ઇ-મેમો બજવણીમાં ધાંધિયા

- text


મે મહિનાથી લઈ અત્યાર સુધીમાં ૨૮૦૦ થી વધુ ચલણો બન્યા પણ વસુલાત અડધા કરતા પણ ઓછી

મોરબી : મોરબી શહેરમાં પોલીસતંત્ર દ્વારા સીસીટીવી કેમેરા ફિટ કર્યા બાદ ટ્રાફિક નિયમભંગ બદલ ઇ-મેમો આપવનું શરૂ થયું છે પરંતુ હજુ આ નવી પદ્ધતિ લાગુ તો થઈ હોય પરંતુ ઇ-મેમોની બજવણી અને વસુલાતમાં પોલીસતંત્ર ટૂંકું પડી રહ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ લોકભાગીદારીથી સરકારના એક પણ રૂપિયા વગર મોરબી શહેરમાં પોલીસતંત્ર દ્વારા મુખ્યમાર્ગો પર સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે અને આ કેમેરાનું મોનીટરીંગ કરી ત્રિપલ સવારી,આડેધડ પાર્કિંગ,ચાલુ વાહને મોબાઈલ ફોનમાં વાત કરવા સહિતના ટ્રાફિક નિયમભંગ બદલ વાહનના નમ્બરના આધારે જે તે વાહન માલિકને ઇ-મેમો મોકલવામાં આવે છે. પરંતુ છેલ્લા ચાર માસ દરમિયાન પોલીસતંત્ર આ નવી મેમાં પદ્ધતિના અમલીકરણમાં પાછી પડી રહી છે મેમો બને તો ઇસ્યુ નથી થઈ શકતા અને ઈશ્યુ થાયતો વસુલાત થવામાં ધાંધિયા થઈ રહ્યા છે.
એ-ડિવિઝન પોલીસ મથકના સતાવાર આંકડા મુજબ મેં માસમાં ૩૨૫ વાહન ચાલકોના ઇ-ચલણ બન્યા હતા જેમાંથી ૨૪૦ ઇ-મેમો ઈશ્યુ થયા હતા જેમાંથી ૮૪ ચલણની વસુલાત થકી તંત્રએ ૧૬૭૦૦ વસુલ કર્યા હતા જે પૈકી ૧૫૬ ચલણની ૬૫૫૦૦ રૂપિયાની વસુલાત થઈ શકી નથી,
એ જ રીતે જૂન માસમાં ૬૪૧ કેસમાં થી ફક્ત ૩૨૫ એટલે કે અડધો અડધ કેસ માં વસુલાત બાકી રહી છે. આ ઉપરાંત ગત માસ અને ચાલુ માસના ૧૯૦૦ જેટલા કેસમાં ઇ-મેમો વસુલાત ની કામગીરી પેન્ડિંગ હોવાનું જાણવા મળ્યું છે.
જોકે પોલીસની રૂટિન કામગીરી ખૂબ જ મોટા પ્રમાણમાં હોય પોલીસતંત્ર ઇ મેમો વસુલાત બાબતે પૂરતું ધ્યાન આપી શકતી નથી, ખરે ખર જો પોલીસતંત્રને ઇ મેમોની કામગીરી અસરકારક બનનાવવી હોયતો આ કામગીરીમાં આઉટ સૉરસિંગ કરવું જોઈએ જેથી પોલીસની કામગીરીનું ભારણ ઘટવાની સાથે તંત્રને આવક પણ વધી શકે.

- text

- text