અંડર બીલિંગ માલ સાથે સિરામિકનો ટ્રક ઝડપાયો

- text


હાઇવે ચેકીંગ દરમિયાન પાંચ લાખથી વધુ કિંમતના ટાઇલ્સના જથ્થાને ફક્ત રૂ.98,900 કિંમત દર્શાવી મોકલાતો હોવાનું બહાર આવ્યું

મોરબી: સૂત્રો માંથી મળતી વિગત મુજબ એક કંપની દ્વારા રાજસ્થાન મોકલવામાં આવી રહેલ 989 વિટ્રીફાઈડના બોકસ ભરેલો ટ્રક અંડર બીલિંગના કિસ્સામાં ઝડપી લેતા ચકચાર જાગી છે.
સુત્રોમાંથી જાણવાં મળતી વિગતો મુજબ મોરબી સિરામીક એસો. દ્વારા જેતપર રોડ પર આવેલા એક સિરામીક કંપનીનો અંડર બીલિંગ વાળો વિટ્રીફાઈડ ટાઇલ્સના 989 બોકસ ભરેલો ટ્રક નંબર આર.જે.02 જીબી 1110 ને રોકી તલાસી લેતા નીચા ભાવનું બીલ મળી આવતા ટ્રકમાં ભરેલ માલ અને બીલની રકમ શંકાસ્પદ જણાઈ હતી. જેમાં કાયદેસર રીતે 989 બોકસના બીલ સહિતની રકમ આશરે રૂ.5,98,000 જેટલી થવી જોઈએ તેની જગ્યાએ બીલમાં ટેકસ સહિતની રકમ કંપની દ્વારા રૂ. 98,900 ની રકમ બતાવવામાં આવી હતી. જેથી આ માલ કંપની દ્વારા જાણી જોઈને જ સાવ નજીવી રકમના બીલ સાથે રાજસ્થાન ખાતે મોકલવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટ થયુ હતું. જેથી સીરામીક એસોસીએશનની ટીમ સ્પેન્ટાગોન સિરામીક કંપનીએ પહોંચી વિધીસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનિય છે કે જીએસટીના અમલ બાદ સીરામીક એસોસિએશન દ્વારા સેમ્પલ બોક્સ પણ બિલ વગર ફેકટરી બહાર નહિ કાઢવા નક્કી કર્યું હતું અને ખાનગી સિક્યુરિટી મારફતે તમામ ટ્રકોનું ચેકીંગ કરવા નક્કી કર્યું હતું જેમાં આબાદ રીતે અંડર બીલિંગના કિસ્સામાં ટ્રક ઝડપાઇ જતા હોવી સીરામીક એસોસિએશન દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી શકયતા જોવાઇ રહી છે.

- text