ભારતમાં પાસપોર્ટ વગર ઘુસ્યા બાદ વાંકાનેરથી ઝડપાયેલી ત્રણ બાંગ્લાદેશી મહિલાને ત્રણ વર્ષની સજા

- text


પાસપોર્ટ અને ફોરેનર્સ એક્ટ મુજબ મોરબી કોર્ટે સજા ફટકારી

મોરબી : કોઈ પણ જાતના ડોક્યુમેન્ટ કે પાસપોર્ટ વગર ભારતમાં ઘુસેલી ત્રણ બાંગ્લાદેશી મહિલાઓ 2016માં વાંકાનેરમાંથી ઝડપાઇ હતી. મોરબી એસઓજીએ આ મહિલાઓ સામે પાસપોર્ટ અને ફોરેનર્સ એક્ટના ભંગ બદલ ગુનો નોંધાયો હતો. જે અંગેનો કેસ મોરબી કોર્ટમાં આવ્યા બાદ આજે કોર્ટે ત્રણેય બાંગ્લાદેશી મહિલાઓને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.
ગત તા.17-4-2016ના રોજ વાંકાનેર શહેરમાંથી મોરબી જિલ્લા પોલીસની સ્પેશયલ ઓપરેશન ગ્રુપ બ્રાન્ચ દ્વારા બાંગ્લાદેશી મહિલાઓ મીના ગાઈન ખાલમશેખ (ઉ.22), સલમા કિસ્મત ગાજી (ઉ.28), ખાદીજા મિન્ટુ ગાજી (ઉ.26)ની. પોલીસ પૂછપરછમાં આ ત્રણેય બાંગ્લાદેશી મહિલા કોઈ પણ ડોક્યુમેન્ટ કે પાસપોર્ટ વગર ભારતમાં ઘુસણખોરી કરી ખામી હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ત્રણ બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાયા પગલે ભારતની તમામ એજન્સીઓ દ્વારા આ મહિલાઓના જાસૂસ છેકે નહીં તે અંગે પણ તબક્કાવાર પૂછપરછ કરાયા બાદ કોઈ વાંધાજનક ન જનતા મોરબી પોલીસે ત્રણ મહિલા વિરુદ્ધ ગેરકાયદે બીજા દેશમાંથી આવવાનો ગુન્હો નોંધ્યો હતો. જે અંગેનો કેસ મોરબીની એડી. સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ ધર્મેન્દ્રભાઈ આદ્રોજાએ ધારદાર દલીલો કરતા અંતે આજે મોરબી કોર્ટે ત્રણેય મહિલાને ગુનેગાર ઠેરવી ઇન્ડિયન પાસપોર્ટ રૂલ્સ કલમ 3, 6 મુજબ ત્રણ માસની સજા અને રૂ.500નો દંડ તથા ફોરેનર્સ એક્ટ મુજબ કલમ 14(એ) મુજબ ત્રણ વર્ષની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો હતો.

- text

- text