અંધવિશ્વાસમાં મોરબીની વણિક મહિલાએ દસ લાખ ગુમાવ્યા : પોલીસ ફરિયાદ

- text


ફૂટવેરની દુકાન સારી ન ચાલતા મહારાજ ને બોલાવી તંત્ર મંત્ર કર્યા ને નાણાં ગુમાવ્યા

મોરબી : અંધવિશ્વાસમાં માણસો કઈ કેટલુંય ગુમાવતા હોવા છતાં આધુનિક જમાનામાં પણ દોરા-ધાગા ના વહેમમાં પડતા હોય છે આવા જ એક કિસ્સામાં મોરબીની વણિક મહિલાએ દસ લાખ ગુમાવતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીમાં રહેતા હિરલબેન મહેતા નામના વણિક મહિલાની ફુટવેરની દુકાન સારી ચાલતી ન હોવાથી મંત્ર તંત્રના વિશ્વાસે ભાડલાના રામદેવજી મંદિરના મહંત પીયુષ ભગતની સામે ૧૦.૦૩ લાખની છેતરપિંડીની ફરિયાદ મોરબી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.

- text

પોલીસ પાસેથી મળતી વિગત અનુશાર મોરબીમાં કાયાજી પ્લોટ,રવાપર રોડ પર રહેતી હિરલબેન દીપકભાઈ મહેતાએ ભાડલાના રામદેવજી મંદિરના મહંત પીયુષ ભગત સામે ફરિયાદ નોધાવી છે કે તેમની રોયલ લેડીવેર નામની દુકાન બરાબર ચાલતી ન હોવાથી મંત્ર તંત્ર પર વિશ્વાસ રાખીને ભાડલાના મહંત પીયુષ ભગતે દુકાન બરોબર ચાલે તે માટે હિરલબેનને વિશ્વાસમાં લઈને ત.૧-૬-૧૪ થી ૧૯-૧-૧૭ સુધીમાં કટકે કટકે મળીને વિધિ કરવાના બહાને ૧૦ લાખ ૩૫૫૦ની છેતરપીંડી કર્યાની ફરિયાદ એ-ડીવીઝન પોલીસ મથકમાં નોધાવી છે.
પોલીસે વણિક મહિલા હિરલબેનની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છેતરપિંડી આચરનાર મહારાજ ને ઝાડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

- text