શોભેશ્વર ફિલ્ટર પ્લાન્ટ 15 વર્ષથી બંધ : સામાકાંઠા વિસ્તાર માટે નવો ફિલ્ટર પ્લાન્ટ બનાવવા માંગ

- text


મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારને છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્ટર કર્યા વગર પાણી અપાતું હોવાથી તાકીદે નવી ફિલ્ટર પ્લાન્ટ શરુ કરવા માંગણી ઉઠાવવામાં આવી છે,આશ્ચર્ય જનક બાબત એ છે કે સામાકાંઠા વિસ્તારનો શોભેશ્વર ફિલ્ટર પ્લાન્ટ 15 વર્ષથી બંધ છે.

- text

પ્રાપ્ત વિગતો મુજ્બ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતા મહાદેવભાઇ ગોહિલ નામના જાગૃત નાગરિક દ્વારા ચીફ ઓફિસર મોરબીનો રજૂઆત કરી છેલ્લા 15 વર્ષથી બંધ પડેલા શોભેશ્વર ફિલ્ટર પ્લાન્ટના કારણે હાલ સામાકાંઠા વિસ્તારમાં ડહોળું અને ફિલ્ટર કાર્ય વગર પાણી અપતું હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ થી રહ્યો છે.
વધુમાં હાલમાં પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે તે પાણી પીવા લાયક ન હોય આ સંજોગોમાં તાકીદે ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી આપવાની સાથે સામાકાંઠા માટે નવો ફિલ્ટર પ્લાન્ટ શરુ કરવા રજુઆતમાં જણાવાયું હતું.

- text