મોરબીમાં ભૂગર્ભ ગટર મુદ્દે છાજીયા લેતી મહિલાઓ

- text


મોરબીના મચ્છીપીઠ,મહેન્દ્રનગર,કારિયા સોસાયટી,યદુનંદન સોસાયટીના રહીશો દ્વારા નગર પાલિકામાં બઘડાટી

મોરબી : મોરબી શહેરમાં ઉઘાડ નિકળતાં જ શહેરી જન જીવન ધબકતું થવાની સાથે સાથે નગર પાલિકામાં ભૂગર્ભ ગટરની લગતી ફરિયાદોના ધોધ વહેવાની સાથે આજે ગંદકીથી કંટાળેલી મોરબી શહેરના જુદા જુદા સાત વિસ્તારોની મહિલાઓએ તંત્રના છાજીયા લેતા ચકચાર જાગી છે.
જાણવા મળતી વિગતો મુજબ ભારે વરસાદ બાદ છેલ્લા બે દિવસથી ઉઘાડ નીકળવા છતાં નગરપાલિકાતંત્ર દ્વારા શહેરમાં સાફ સફાઈ અને ખાસ કરીને ભૂગર્ભ ગટરના પ્રશ્ને અસરકારક કામગીરી કરવામાં ન આવતા આજે મોરબીના મચ્છીપીઠ,મહેન્દ્રનગર,કારિયા સોસાયટી,યદુનન્દનપાર્ક,વીસીપરા સહિતની જુદી જુદી સાત થી વધુ સોસાયટીની મહિલાઓ દ્વારા પાલિકામાં મોરચો મંડી સત્તાધીશોના છાજીયા લેવામાં આવ્યા હતા.
મોટાભાગની સોસાયટીઓમાં ભૂંગર્ભના પાણી ઘરમાં ઘૂસવાની સાથે રસ્તાઓ પર ભરાઈ જતા લોકોને જીવવું દુષ્કર બન્યું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સંજોગોમાં આજે પાલિકામાં મહિલાઓએ તંત્રના છાજીયા લઇ બઘડાટી બોલાવતા પાલિકાના સત્તાધીશોને ગંદકી સાફ સફાઈ કરવાની ખાતરી આપવી પડી હતી.

 

- text