આપતી સમયે સુતી રહેલી મોરબી પાલિકા સામે પગલાં ભરવા કલેક્ટરને ફરિયાદ

- text


ડિઝાસ્ટર મેનેજમેન્ટ મામલે મોરબી પાલિકા મીંડું હોવાનો સામાજિક અગ્રણી રમેશભાઈ રબારીનો આરોપ

મોરબી : પૂર હોનારત સમયે બે દારકારી દાખવવા બદલ વાંકાનેર માળીયા પાલિકાના ચીફ ઓફિસરો વિરુદ્ધ પગલાં લેનાર જિલ્લા કલેક્ટર સમક્ષ સામાજિક કાર્યકર રમેશભાઈ રબારીએ વેધક સવાલ ઉઠાવ્યા છે.
મોરબીના સામાજિક કાર્યકર રમેશભાઈ રબારીના જણાવ્યા મુજબ મોરબીમાં વરસાદ પહેલા તૂટી ગયેલા રોડ રસ્તા મામલે અનેક રજૂઆત થવા છતાં પગલાં ભરવામાં ન આવતા હાલમાં પાલિકા સામેનો રોડ,તખ્તસિંહજી રોડ,વસંતપ્લોટ,ચકીયા હનુમાન રોડ,લોહાણા બોર્ડિંગ રોડ,અયોધ્યાપુરી સહિતના રોડની બદતર હાલત છે,
આ ઉપરાંત શહેરમાં સાફ સફાઈ અને ગંદકીની સમસ્યાએ વિકરાળ રૂપ ધારણ કર્યું છે ભૂગર્ભ ગટરના પાણી ઉભરાવાની સમસ્યાને લઈ મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ રેલી કાઢવી પડે છે નગર પાલિકા લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે.
આ સંજોગોમાં જિલ્લા કલેક્ટર દ્વારા વાંકાનેર અને માળીયા નગર પાલિકાની જેમ મોરબી પાલિકાનો પણ કાન આંબળવા રમેશભાઈ રબારી દ્વારા માંગણી ઉઠાવવામાં આવી હતી.

- text

- text