મોરબી જીલ્લાના બાવન ગામોને સૌની યોજનાની કેનાલ દ્વારા સિંચાઈનુ પાણી આપવાની માંગ

- text


મોરબી જિલ્લા કોંગી આગેવાન કે.ડી.બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી

મોરબી : મોરબી જિલ્લા કોંગી આગેવાન કે.ડી.બાવરવાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી કે મોરબી જીલ્લામાં એવા ૫૨(બાવન) ગામો છે કે જ્યાં કોઈ પણ જાતની સિંચાઈની સુવિધા નથી, ભૂગર્ભ જળ પણ ક્ષારયુક્ત છે, તેવા ગામો દ્વારા સૌની યોજના દ્વારા કેનાલ વડે સિંચાઈની સુવિધા આપવાની માંગણી કરવામાં આવેલ છે. આ વિસ્તારના ખેડૂતો દ્વારા બે વખત રેલી સ્વરૂપે બહોળી સંખ્યામાં આ બાબતે માનનીય કલેકટરશ્રીને આવેદનપત્ર આપીને આપશ્રી સુધી પહોચાડવામાં આવેલ છે. અમોએ આપને પણ પત્ર દ્વારા આ બાબતે વારંવાર રજુઆતો કરેલ છે છતાં પણ કોઈ અકળ કારણોસર આપના દ્વારા આ બાબતે અમોને મળવા માટેનો સમય આપવામાં આવતો નથી કે આ બાબતે તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવતા નથી.
બીજીબાજુ અમારા મોરબી જીલ્લાના મોરબીમાળિયા વિસ્તારના ધારાસભ્ય દ્વારા જાહેર હોર્ડીંગો મુકીને ભાજપના વખાણ અને ખોટા પ્રચાર કરતી બાબતો રજુ કરેલ છે જેમ કે “સૌની યોજના દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર ને પાણી આપવા બદલ અમો આભારી છીએ” પરંતુ આમારા આ ૫૨(બાવન) ગામોમાં સૌની યોજનાનું પાણી પહોચેલ જ નથી. તો શું આ ૫૨(બાવન) ગામો સૌરાષ્ટ્રમાં નથી? મોરબીના શનાળા રોડ પર આ હોર્ડિંગ મુકેલ છે. હોર્ડિંગમાં જણાવ્યા મુજબ જો સમગ્ર સૌરાષ્ટ્ર ને સૌની યોજનાનું પાણી આપવામાં આવેલ હોય તો અમારા વિસ્તારના ૫૨(બાવન) ગામો માટે શું વ્યવસ્થા છે તે પણ જણાવવા વિનંતી. આ પત્રનો સમયસર અને હકારાત્મક જવાબ અમોને નહિ મળે તો આ ૫૨(બાવન) ગામના જગતના તાતને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે જલદ રજુઆતો કરવાની અમોને ફરજ પડશે. તેવી ચીમકી આપવામાં આવી છે.

- text

- text