રાજ્યના શિક્ષકોને સાતમુ પગારપંચ આપવાની જાહેરાતને મોરબી શિક્ષક સંઘનો આવકાર

- text


શિક્ષણસંઘના આંદોલનને પગલે સરકાર સફાળી જાગી : રાજ્યની 5300 શાળાના શિક્ષણિક-બિનશિક્ષણિક સ્ટાફને મળશે લાભ

મોરબી : રાજ્યના શિક્ષકો દ્વારા સાતમા પગાર પંચની માંગ સાથે શરૂ કરવામાં આવેલા આંદોલનને કારણે સરકાર સફાળી જાગી છે.આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે 1લી ઓગષ્ટથી શિક્ષકોને સાતમા પગાર પંચ નો લાભ આપવાનું જાહેર કરતા શિક્ષકોમાં આંનદ ની લાગણી પ્રસરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યની 5300 થી વધુ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને હજુ સુધી સાતમા પગાર પંચનો લાભ ન મળતા જુદા-જુદા શિક્ષણ સંઘો દ્વારા સંકલન સમિતિની રચના કરી એક છત્ર નીચે લડત ચલાવી સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરતા રાજ્ય સરકારને રેલો આવ્યો હતો અને આજે સાંજે રાજ્યના શિક્ષકોને સાતમા પગાર પંચનો લાભ આપવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે શિક્ષકોને સાતમા પગાર પંચ આપવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે 1 લી ઓગષ્ટ થી રાજ્યની 5300 ગ્રાન્ટેડ શાળાના તમામ શિક્ષકો અને બિનશિક્ષણિક સ્ટાફને સાતમ પગાર પંચ નો લાભ અપાશે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને 1 લઈ જાન્યુઆરી થી સાતમા પગાર પંચ નો લાભ આપવામાં આવશે અને આઠ હપ્તામાં એરિયર્સની રકમ શિક્ષકોને આપવામાં આવશે,વધુમાં સરકારના આ નિર્ણયને કારણે 70 હાજર શિક્ષકોને સાતમા. પગાર પંચ નો લાભ મળશે. દરમિયાન રાજ્યના શિક્ષકોને સાતમા પગાર પંચ નો લાભ આપવાથી સરકારની તિજોરીને 665કરોડ રૂપિયાનો બોજ પડનાર હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યું હતું.
રાજ્ય સરકારના આ નિર્ણાયને મોરબી શિક્ષક સંઘ દ્વારા હર્ષ પૂર્વક વધાવી લેવામાં આવ્યો હતો. મોરબી શિક્ષક સંઘના પ્રમુખ એલ.વી.કાગથરાએ સરકારના આ નિર્ણયને આવકારી જણાવ્યું હતું કે સાતમા પગાર પંચની માંગણીની સાથો-સાથ હવે સરકાર અમારી અન્ય માંગણીઓ પણ સત્વરે સ્વીકારે. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા આજે શિક્ષકોની સાથે-સાથે પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓને પણ સાતમા પગારપંચનો લાભ આપવાનું સ્વીકાર્યું હતું.

- text

- text