32 વર્ષનો અનુભવ : માત્ર 3 થી 6 કલાકમાં ‘ઉધઈ’નો સફાયો: 10 વર્ષની મજબૂત ગેરંટી, આ દરમિયાન ફરી ઉધય દેખાય તો તદ્દન ફ્રી સર્વિસમોરબી (પ્રમોશનલ આર્ટિકલ): ઘરનું મોંઘુદાટ ફર્નિચર હોય, દુકાનનો કીમતી સામાન હોય કે પછી ફેક્ટરીનું બાંધકામ - જો એકવાર ‘ઉધઈ’ લાગી જાય તો જોતજોતામાં લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડે છે. આ ગંભીર સમસ્યાનો કાયમી, સચોટ અને ભરોસાપાત્ર ઉકેલ એટલે ‘રામેશ્વર ઉધઈ પેસ્ટ કંટ્રોલ’. છેલ્લા 32 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત સુરેશભાઈ દેરવાણીયાએ પોતાની ઉત્કૃષ્ટ કામગીરી, ચોકસાઈ અને પ્રામાણિક સેવાથી હજારો ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ જીત્યો છે. વર્ષોના બહોળા અનુભવના કારણે તેઓ ‘ઉધઈ’ના મૂળ સુધી પહોંચીને તેનો સંપૂર્ણ નાશ કરવામાં માહેર ગણાય છે.‘રામેશ્વર ઉધઈ પેસ્ટ કંટ્રોલ’ની સૌથી મોટી વિશેષતા તેની તાત્કાલિક અને ઝડપી સર્વિસ છે. મકાન, દુકાન કે ફેક્ટરી સહિત કોઈપણ જગ્યાએ ‘ઉધઈ’ની સમસ્યા હોય, સુરેશભાઈ દેરવાણીયાની 2 નિષ્ણાંત અને વર્ષોના અનુભવી કારીગરોની ટીમ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરે છે. કામના વ્યાપ મુજબ માત્ર 3 થી 6 કલાકના ટૂંકા ગાળામાં જ અત્યંત વ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત કામ પૂર્ણ કરી આપવામાં આવે છે, જેથી ગ્રાહકોનો કીમતી સમય બચે છે અને રોજિંદા કામકાજમાં પણ કોઈ અડચણ પડતી નથી.સામાન્ય રીતે પેસ્ટ કંટ્રોલ કરાવ્યા બાદ લોકોને ફરીથી ‘ઉધઈ’ થવાનો ડર સતાવતો હોય છે, પરંતુ ‘રામેશ્વર ઉધઈ પેસ્ટ કંટ્રોલ’ પોતાના કામની ગુણવત્તા પર પૂરો ભરોસો રાખીને ગ્રાહકોને પૂરા 10 વર્ષની ગેરંટી આપે છે. એટલું જ નહીં, આ 10 વર્ષના ગેરંટી સમયગાળા દરમિયાન પાછળના વર્ષોમાં — એટલે કે 7 કે 8 વર્ષ પછી પણ જો કદાચ ક્યાંય ‘ઉધઈ’ દેખાય, તો તેમના દ્વારા તદ્દન ફ્રીમાં સર્વિસ કરી આપવામાં આવે છે. ગ્રાહક સંતોષને જ સર્વોપરી માનતી આ સેવા તેમને સૌથી અલગ અને શ્રેષ્ઠ સાબિત કરે છે.જો આપના મકાન, દુકાન કે ફેક્ટરીમાં ‘ઉધઈ’નો ઉપદ્રવ શરૂ થયો હોય અથવા અગમચેતી રૂપે પેસ્ટ કંટ્રોલ કરાવવું હોય, તો વિલંબ કર્યા વિના 32 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા સુરેશભાઈ દેરવાણીયાનો સીધો ફોન પર સંપર્ક કરો અને ‘ઉધઈ’ની ચિંતામાંથી કાયમી મુક્તિ મેળવો.રામેશ્વર ઉધઈ પેસ્ટ કંટ્રોલસુરેશભાઈ દેરવાણીયામો.9687190649#Morbi #MorbiUpdate #RameshwarUdhaiPestControl #UdhaiPestControl #TermiteControl #PestControlMorbi #ઉધઈ_પેસ્ટ_કંટ્રોલ #મોરબી