ઝાલા પરિવારનું આયોજન, રાધાકૃષ્ણ મંદિરેથી પોથીયાત્રા નીકળશે. આચાર્ય કિરણભાઈ શાસ્ત્રી કથાનું રસપાન કરાવશેમોરબી અપડેટ : મોરબી તાલુકાના રંગપર (બેલા) ગામે સમસ્ત ઝાલા પરિવાર દ્વારા પિતૃઓની સ્મૃતિમાં 30 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરાના આચાર્યશ્રી કિરણભાઈ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે.સોમવાર, 30 નવેમ્બરે બપોરે 3 વાગ્યે રાધાકૃષ્ણ મંદિરેથી કથાસ્થળ સુધી પોથીયાત્રા નીકળશે. સાંજે 5 વાગ્યે કથાનો પ્રારંભ થશે. ત્યારબાદ દરરોજ સવારે 9થી 12 અને બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી કથા યોજાશે.કથા દરમિયાન 4 ડિસેમ્બરે શ્રીકૃષ્ણ જન્મોત્સવ, 5 ડિસેમ્બરે નંદ મહોત્સવ અને ગોવર્ધન લીલા સાથે છપ્પન ભોગ તેમજ 6 ડિસેમ્બરે રાસલીલા અને રુક્મિણી વિવાહના પ્રસંગો ઉજવાશે. 4 ડિસેમ્બરે રાત્રે 9:30 વાગ્યે સંતવાણીનો કાર્યક્રમ પણ યોજાશે.7 ડિસેમ્બરે પરીક્ષિત મોક્ષ અને સંક્ષિપ્ત ભાગવતના પ્રસંગ સાથે કથાને વિરામ અપાશે. મંગળવાર, 8 ડિસેમ્બરે સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી પૂર્ણ પુરુષોત્તમ યજ્ઞ યોજાશે. ઝાલા પરિવારે ભાવિકોને સહપરિવાર ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું છે.