આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના કુલ 9 વિષયો માટે અરજીઓ મંગાવાઈ: માસ્ટર ડિગ્રીમાં 55% ધરાવતા ઉમેદવારોને ઉત્તમ તકમાળિયા (મિયાણા): શૈક્ષણિક વર્ષ 2026-27 માં મંજૂર થયેલી માળિયા (મિયાણા) ના ચાંચાવદરડા (પીપળીયા ચાર રસ્તા પાસે, ITI બિલ્ડિંગ) ખાતે કાર્યરત નવી સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતાર્થે વિવિધ વિષયો માટે મુલાકાતી વ્યાખ્યાતાઓ (Visiting Faculty) ની હંગામી ધોરણે નિમણૂક કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.કોલેજ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી જાહેરાત મુજબ, B.A. માં ગુજરાતી, અંગ્રેજી, સોશિયોલોજી, ઇકોનોમિક્સ અને સંસ્કૃત; B.Com. માં એકાઉન્ટન્સી અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તેમજ B.Sc. માં માઈક્રોબાયોલોજી અને બોટની એમ કુલ 9 વિષયોમાં દરેકની 1-1 જગ્યા માટે મુલાકાતી વ્યાખ્યાતાની જરૂરિયાત છે.આ માટે ઉમેદવારે લાગુ પડતા વિષયની માસ્ટર ડિગ્રીમાં 55 ટકા કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ તેમજ કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન જરૂરી છે. NET, GSET કે Ph.D. ની લાયકાત ધરાવતા ઉમેદવારોને પસંદગીમાં પ્રાધાન્ય આપવામાં આવશે. પસંદગી પામેલા વ્યાખ્યાતાઓને સરકારના ધારાધોરણ મુજબ એક લેક્ચર દીઠ રૂ. 500 લેખે (માસિક મહત્તમ રૂ. 45,000/- ની મર્યાદામાં) મહેનતાણું ચૂકવવામાં આવશે.ઈચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનાની અરજી અને જરૂરી આધાર-પુરાવાની સોફ્ટકોપી કોલેજના ઓફિશિયલ ઈ-મેઈલ gacsmaliya@gmail.com પર આગામી તા. 30/11/2026 સુધીમાં ફરજિયાત મોકલી આપવાની રહેશે. ત્યારબાદ કોલેજ દ્વારા જણાવેલ તારીખ અને સમયે ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો સાથે રૂબરૂ મુલાકાત માટે ઉપસ્થિત રહેવાનું રહેશે તેમ કોલેજના ઇન્ચાર્જ આચાર્યની યાદીમાં જણાવાયું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MaliyaMiyana #GovernmentCollege #JobUpdate #VisitingFaculty #Recruitment #MorbiEducation