ગાંધીનગર ખાતે યોજાયેલા સમારોહમાં તબીબી અધિક્ષક ડો. પ્રદિપ દુધરેજીયાને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ એનાયત કરાયોમોરબી અપડેટ : આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત લાભાર્થીઓને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા અને યોજનાનું અસરકારક અમલીકરણ કરવા બદલ મોરબીની GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલની PMJAY ટીમને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ કામગીરીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS) રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર (અર્બન) ડો. સંધ્યા ભુલર તથા આરોગ્ય કમિશનર (રૂરલ) ડો. રતનકંવર ગઢવી ચારણની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં GMERS જનરલ હોસ્પિટલ મોરબીના તબીબી અધિક્ષક ડો. પ્રદિપ દુધરેજીયાને આ એવોર્ડ એનાયત કરી હોસ્પિટલની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી.વધુમાં વધુ દર્દીઓ સુધી યોજનાનો લાભ પહોંચાડવા બદલ મળેલી આ ગૌરવપૂર્ણ સિદ્ધિ હોસ્પિટલના તબીબી અધિક્ષક, આર.એમ.ઓ., તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ PMJAY અંતર્ગત ફરજ બજાવતા તમામ કર્મચારીઓના સંયુક્ત પ્રયાસો અને ટીમવર્કનું પરિણામ છે. આ પ્રસંગે સમગ્ર હોસ્પિટલ પરિવાર દ્વારા PMJAY ટીમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #GMERSMorbi #PMJAY #AyushmanBharat #StateAward #HealthCare