બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી અલગ-અલગ બ્રાન્ડની 47 બોટલ કબજે કરી, આરોપી ફરારમોરબી અપડેટ : મોરબી શહેરમાં દારૂની બદીને નેસ્તનાબૂદ કરવા પોલીસ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મોરબી-2 ના સિરામિક સિટી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટ નીચે આવેલી ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, તા. 23/11/2026 ના રોજ બપોરે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બપોરે 2:15 વાગ્યાના અરસામાં ત્રાજપર ચોકડી પાસે પહોંચતા ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી-2 ના સિરામિક સિટીમાં આવેલા આઈ-7 એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 702 માં રહેતા રવિભાઈ રાજુભાઈ રાઠોડે એપાર્ટમેન્ટ નીચે પોતાના કબજા ભોગવટાની ઓરડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો છે.બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી બપોરે 3 વાગ્યાના સુમારે સિરામિક સિટીના આઈ-7 એપાર્ટમેન્ટ નીચે આવેલી બંધ ઓરડીમાં દરોડો પાડ્યો હતો. જ્યાં નકામા સરસામાનની વચ્ચે રાખેલા ખાખી બોક્સની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની 750 મિલીની કુલ 47 શીલબંધ બોટલો મળી આવી હતી.પોલીસે ઘટનાસ્થળેથી અલગ અલગ બ્રાન્ડની વ્હિસ્કીની 47 બોટલ કબજે કરી છે જેની કિંમત કુલ રૂ. 52,651 છે. દરોડા દરમિયાન આરોપી રવિભાઈ રાજુભાઈ રાઠોડ હાજર મળી આવ્યો ન હતો. જેથી મોરબી સિટી બી ડિવિઝન પોલીસે તેના વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટની કલમ 65(એ), 65(ઈ) અને 116(બી) મુજબ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની વધુ તપાસ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર વિજયકુમાર નાગજીભાઈ બાર ચલાવી રહ્યા છે.#Morbi #MorbiNews #CrimeNews #LiquorRaid #CeramicCity #MorbiPolice #BDivisionPolice #MorbiUpdates