25મીએ સફાઈ અભિયાન અને 26મીએ વિશાળ રેલીનું આયોજનમોરબી અપડેટ : ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશ અને રાજ્યમાં 'સંવિધાન ગૌરવ દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે મોરબી જિલ્લા ભાજપ દ્વારા પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાત પ્રદેશ ભાજપના સહ-પ્રવક્તા મનજીભાઈ આહીરે વિસ્તૃત માહિતી આપી હતી.મનજીભાઈ આહીરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2015 માં 26 મી નવેમ્બરને સંવિધાનના નિર્માતા ડો. બાબાસાહેબ આંબેડકરને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા 'સંવિધાન દિવસ' તરીકે જાહેર કર્યો હતો. જે અંતર્ગત મોરબીમાં પણ મોટા પાયે ઉજવણી કરી સમાજમાં કર્તવ્ય નિર્વહનનો સંદેશ પહોંચાડવામાં આવશે.કાર્યક્રમની રૂપરેખા મુજબ, આગામી 25 નવેમ્બરના રોજ મોરબી મહાનગરપાલિકા પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે. ત્યારબાદ 26 નવેમ્બરના રોજ મહાનગરપાલિકાથી શરૂ થઈને નવા બસ સ્ટેન્ડ સુધી એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 માં ભારતને 'વિકસિત ભારત' બનાવવાનું જે સ્વપ્ન જોયું છે, તેને સાકાર કરવા દરેક નાગરિક કૃતિશીલ બનીને પોતાના કર્તવ્યનું સચોટ નિર્વહન કરે તેવો સંકલ્પ લેવાનો આ દિવસ છે. તેમણે મોરબીની જનતાને આ કાર્યક્રમમાં વધારેમાં વધારે ભાગીદારી નોંધાવવા માટે ભાવભરી અપીલ કરી હતી.#Morbi #MorbiNews #SamvidhanGauravDivas #ConstitutionDay #BJPMorbi #ManjibhaiAhir #ViksitBharat2047 #MorbiUpdates