ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં યોજાયેલા સમારોહમાં નેતાઓનું વર્ચ્યુઅલી સંબોધન બતાવાયુંમોરબી અપડેટ : વાંકાનેર શહેરમાં 67 વાંકાનેર-કુવાડવા વિધાનસભા વિસ્તારના ભાજપ પરિવારનું નૂતન વર્ષ સ્નેહમિલન ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં યોજાયું હતું. સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. આ પ્રસંગે ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. સમારોહમાં કાર્યકર્તાઓની એકતા અને સહિયારા પ્રયાસો દ્વારા જનસેવા અને વિકાસનાં કાર્યોને આગળ વધારવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.આ પ્રસંગે મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી હિરેનભાઈ પારેખ, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ કેયુરભાઈ ઢોલરીયા, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, રાજકોટ તાલુકા ભાજપ મહામંત્રી વીપુલભાઈ બસીયા, રાજકોટ જિલ્લા પંચાયત સભ્ય જસ્મીનભાઈ પીપળીયા, સભ્ય પ્રતિનિધિ ભરતભાઈ ગોવાણી, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી પ્રગનેશભાઈ પટેલ, પૂર્વ ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘાણી અને વાંકાનેર નગરપાલિકા ઉપપ્રમુખ માધવીબેન દવે ઉપસ્થિત રહ્યાં હતાં.રાજકોટ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વર્ષાબેન ખુંટ, કારોબારી ચેરમેન પ્રવિણભાઈ મેઘાણી, સભ્યો રાજુભાઈ જાપડીયા અને વિજયભાઈ સોલંકી, સભ્ય પ્રતિનિધિ મનોજભાઈ ચૌહાણ, વાંકાનેર તાલુકા પંચાયત સભ્ય અલ્પેશભાઈ મેર, પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને રાજકોટ તાલુકા ભાજપ મંત્રી જીજ્ઞેસભાઈ ગોહેલ પણ હાજર રહ્યા હતા. પરસોત્તમભાઈ ભુવા, ભીખાભાઈ ગોવાણી અને ભીખાલાલ પાઉં સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સ્નેહમિલનમાં જોડાયા હતા.