મગજ, મણકા અને કરોડરજ્જુના નિષ્ણાંત ડૉ. રવિ ચૌહાણ બ્રેન ટ્યુમર, મણકા-ગાદી ખસવી, કમરનો દુઃખાવો, લકવા-સ્ટ્રોક, વાઈ-ખેંચ, પાર્કીસન્સ, મગજમાં પાણી ભરાવવું સહિતના રોગોનું કરશે સચોટ નિદાનનિષ્ણાંત ગાયનેક કેન્સર સર્જન ડો.મોના શાહ અંડાશય-ગર્ભાશયના કેન્સર, અનિયમિત માસિક, ગર્ભાશયની ગાંઠ, અનિયમિત માસિક, સ્તન કેન્સર, વલ્વર કેન્સર, યોનિમાર્ગના કેન્સર સહિતના રોગોનું કરશે સચોટ નિદાનમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલ દ્વારા મોરબીમાં કાલે મંગળવારે ખાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાયનેક કેન્સર, લેપ્રોસ્કોપીક અને રોબોટિક સર્જન ડૉ. મોના શાહ તેમજ મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ડૉ. રવિ ચૌહાણ સેવા આપશે. આ કેમ્પના માધ્યમથી મોરબીના લોકોને ગાયનેક કેન્સર અને ન્યુરો-સ્પાઇન સંબંધિત બીમારીઓ માટે ઘરઆંગણે જ નિષ્ણાંત તબીબોનું સચોટ નિદાન અને યોગ્ય માર્ગદર્શન મળી રહેશે.અમદાવાદના થલતેજ વિસ્તારમાં એસ.જી. હાઈવે ઉપર સોલા બ્રિજ પાસે ઝાયડસ હૉસ્પિટલ કાર્યરત છે. ત્યાંના નિષ્ણાંત તબીબો ડૉ. મોના શાહ અને ડૉ. રવિ ચૌહાણ આગામી તા. 24 નવેમ્બર, 2026ને મંગળવારના રોજ મોરબી ખાતે શનાળા રોડ પર આવેલ એપલ હૉસ્પિટલના બીજા માળે ડૉ. જયેશ સનારીયાના સ્પર્શ ક્લિનિકમાં સવારે 10:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી કેમ્પમાં સેવા આપવાના છે.કેમ્પમાં ગાયનેક કેન્સર સર્જન, લેપ્રોસ્કોપીક અને રોબોટિક સર્જન ડૉ. મોના શાહ દ્વારા અંડાશયના કેન્સર, ગર્ભાશયના કેન્સર, પેરિટોનિયલ કેન્સર, વલ્વર કેન્સર અને યોનિમાર્ગના કેન્સરની સારવાર અંગે માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત ગર્ભાવસ્થા સમયે થતી અંડાશયની ગાંઠ, અનિયમિત માસિક, અંડાશય-ગર્ભાશય કે સર્વિક્સ સંબંધિત સમસ્યા માટે ગાયનેક લેપ્રોસ્કોપિક અને રોબોટિક સર્જરી તેમજ યુટેરિન ફાઇબ્રોઇડ, એન્ડોમિટ્રિઓસિસ અને હિસ્ટરેક્ટમી (લેપ્રોસ્કોપી અને રોબોટિક હિસ્ટરેક્ટમી) માટેની સારવાર ઉપલબ્ધ રહેશે.જ્યારે મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ડૉ. રવિ ચૌહાણ દ્વારા બ્રેન ટ્યુમર (મગજની ગાંઠ), કરોડરજ્જુની ગાંઠ કે ઈજાઓ, મગજ અને મણકાની દૂરબીન વાળી નાના ચિરાની સર્જરી, મણકા ખસવા, ગાદી ખસવી અને કમરના દુઃખાવાની સર્જરી તથા ઈલાજ તેમજ પિટ્યુટરી ગ્રંથિના ટ્યુમરની દૂરબીન વાળી સર્જરી અંગે નિદાન કરાશે. આ સાથે એપીલેપ્સી એટલે કે વાઈ-ખેંચની સર્જરી અને પાર્કીસન્સની સારવાર (DBS ડીપ બ્રેઈન સર્જરી), લકવા-સ્ટ્રોકની સારવાર (મગજની એન્જીયોગ્રાફી / DSA / સ્ટેન્ટ / કોઈલિંગ) તેમજ મગજમાં પાણી ભરાવવું અને જન્મજાત ખામીની સારવાર (પીડિયાટ્રિક ન્યુરોસર્જરી) સહિતની બીમારીઓ અંગે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે.ગંભીર બીમારીઓની સચોટ તપાસ માટે મોરબીના દર્દીઓને છેક અમદાવાદ સુધી લાંબા થવું પડતું હોય છે. ત્યારે અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલના બંને નિષ્ણાંત તબીબો મોરબીમાં જ કેમ્પ માટે આવી રહ્યા હોય, સ્થાનિક દર્દીઓને નજીકમાં જ શ્રેષ્ઠ તબીબી સેવાનો લાભ મળશે. કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું અને જૂના રિપોર્ટ સાથે લાવવા જરૂરી છે.કેમ્પ : તા. 24 નવેમ્બરસમય : 10થી 12સ્થળ : સ્પર્શ ક્લિનિક, C/O. એપલ હૉસ્પિટલ, ડૉ. જયેશ સનારીયા, બીજો માળ, શનાલા રોડ, મોરબીરજીસ્ટ્રેશન માટેમો.7359630003મો.7016342022