મિત્ર સાથે રાજકોટ ગયેલા યુવાનનું એક્ટિવા તસ્કર ઉઠાવી ગયો હતો, રાજકોટ તાલુકા પોલીસે વાહન સાથે આરોપીને ઝડપી પાડતા ભેદ ઉકેલાયોમોરબી અપડેટ : મોરબી શહેરના શોભેશ્વર રોડ પર પાર્ક કરેલું એક્ટિવા મોપેડ ચોરાઈ જવાના બનાવમાં 15 દિવસ બાદ સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ તાલુકા પોલીસે ચોરાયેલા એક્ટિવા સાથે ટંકારા તાલુકાના એક શખ્સને ઝડપી પાડ્યા બાદ, વાહન માલિકે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબી-2 ના વૃંદાવન પાર્ક (મયુરનગર સોસાયટી પાસે) રહેતા અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા રાજદિપસિંહ બલભદ્રસિંહ ઝાલા (ઉ.વ. 26) ગત તા. 07/11/2026 ના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં પોતાનું હોન્ડા એક્ટિવા શોભેશ્વર રોડ પર શેર-એ-પંજાબ હોટેલ સામે આવેલા કુબેર ફ્લેટ પાસે પાર્ક કરીને પોતાના મિત્ર કુર્નેશભાઈ સિંધવની કારમાં રાજકોટ ગયા હતા. બીજા દિવસે તા. 08/11/2026 ના રોજ સવારે 9 વાગ્યે તેઓ પરત ફર્યા ત્યારે પાર્ક કરેલી જગ્યાએથી તેમનું એક્ટિવા ગાયબ હતું.યુવાને પોતાના મિત્રો સાથે મળીને આસપાસમાં શોધખોળ કરી હતી, પરંતુ એક્ટિવાની અસલ આર.સી. બુક ન મળતી હોવાથી તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. દરમિયાન આજ રોજ તા. 23/11/2026 ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારી વનરાજસિંહે રાજદિપસિંહને ફોન કરીને જાણ કરી હતી કે, તેમનું ચોરાયેલું એક્ટિવા ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા સોહિલભાઈ સતારભાઈ દલ (ઉ.વ. 29) પાસેથી પકડાયું છે.આ જાણ થતાં જ રાજદિપસિંહ ઝાલાએ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકે પહોંચીને આરોપી સોહિલભાઈ સતારભાઈ દલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 303(2) મુજબ વાહન ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. ભીખુભાઈ આલાભાઈ ગઢવીને સોંપી છે.#Morbi #MorbiNews #CrimeNews #VehicleTheft #ActivaTheft #RajkotPolice #MorbiPolice #BDivisionPolice #Tankara #MorbiUpdates