ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે સ્વરક્ષા, આત્મવિશ્વાસ અને નેતૃત્વ કૌશલ્ય અંગે માર્ગદર્શન અપાશેટંકારા (મોરબી અપડેટ) : કન્યાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ માટે પ્રજ્ઞા જન સેવા ટ્રસ્ટ અને ગાયત્રી શક્તિપીઠ, જામનગર દ્વારા ટંકારામાં 28 અને 29 નવેમ્બરે બે દિવસીય ‘કન્યા કૌશલ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. શિબિર મામલતદાર કચેરીની પાછળ આવેલી ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે યોજાશે.શિબિરમાં કન્યાઓને સ્વરક્ષા અંગે માર્ગદર્શન આપવા સાથે આત્મવિશ્વાસ અને હિંમત કેળવવા પર ભાર મુકવામાં આવશે. વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અને જીવનકૌશલ્ય ઉપરાંત ‘સૌંદર્યબોધ બનામ ફેશન’ વિષય હેઠળ આંતરિક સૌંદર્યના મહત્ત્વ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. શિબિરની વ્યવસ્થા ઓરપેટ કન્યા વિદ્યાલયનાં આચાર્યા અસ્મિતાબેન ગામી, શાળાના સ્ટાફ અને સંચાલકો સંભાળશે. તેમ યાદીમાં જણાવાયું છે.