મોરબી અપડેટ : મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં નટરાજ ફાટકથી ભડીયાદ તરફ જવાના રસ્તા પર આવેલા એલઇ ગ્રાઉન્ડ પાસે રેલવે ટ્રેક લગોલગ આજે કચરાના ઢગલામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આ સ્થળે ઘણા સમયથી કચરાનો ઢગલો એમ જ પડ્યો હતો, જેમાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘટનાસ્થળની નજીક જ ટ્રેક આવેલો હોવાથી ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.#MorbiUpdate #Morbi #MorbiNews #Fire #Samakanthe #GujaratNews