55 રક્તદાતાઓએ કર્યું રક્તદાન: લીલાપર કેનાલ રોડ પર રામોજી ફાર્મ ખાતે સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી સેવાયજ્ઞ મોરબી અપડેટ : મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ ખાતે અઘારા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત તા. 20 નવેમ્બરના રોજ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં 55 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી હતી.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે અરજણભાઈ અઘારા, ભાવિકભાઈ અઘારા, જયદીપભાઈ અઘારા, હરેશભાઈ અઘારા તેમજ અઘારા પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્રજનોએ સહકાર આપ્યો હતો. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ અને અઘારા પરિવારનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ભાગવત સપ્તાહમાં ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ આશ્રમના સદગુરુ શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી સ્વામીએ કથાનું રસપાન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મોરબીના ભક્તજનોએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.#Morbi #BloodDonationCamp #BhagwatKatha #SanskarBloodCenter #SocialWork #MorbiUpdate #MorbiNew